ખાલીપો – વિભાવન મહેતા ટ્રેનમાંથી ઉતરી મેં રોજની જેમ ઓંફીસ જવા માટે ૯.૪૦ની બસ પકડી. કન્ડક્ટર આવ્યો. મેં કહ્યું,”બે લાલ દરવાજા.” કન્ડક્ટરના ચહેરા પરના હાવભાવ જોતાંની સાથેજ બસનું છાપરું તોડીને મારા માથા પર આભ તૂટી પડયું. ‘હા, હવે એ ક્યાંથી હોય?’ મેં કહ્યું,” એક…એક લાલ દરવાજા.” ટીકીટ લઈને સીટ પર બેઠો […]
સર્જક મુજબ વિભાવન મહેતા
સમુદ્રતટે – વિભાવન મહેતા સમુદ્રતટ પૂરો થતાં પથરાયેલા તોતીંગ કાળમીંઢ પથ્થરોની વચ્ચે બનેલી બખોલમાં મધુ ચત્તીપાટ પડી હતી. ડાબા હાથની કોણીને ટેકે મધુની અડોઅડ આડો પડેલો મકરંદ, જમણા હાથથી મધુના ચહેરાને ઢાંકતા તેના લાંબા વાળ સ્હેજ આઘા કરી વસ્ત્રવિહોણા અને સમુદ્રસ્નાનથી ભીના થયેલા કમનીય દેહનું લાલિત્ય ભરપેટ પી રહ્યો હતો. […]
ગલી ક્રિકેટ – વિભાવન મહેતા પોળની વચ્ચોવચ્ચ આવેલા નાના ચોકઠામાં ક્રિકેટ રમતાં કિશોરે બેટ વીંઝ્યું અને ‘જોરદાર શોટની બૂમો વચ્ચે, ત્યાંથી પસાર થતા જીતુભાઈના લમણામાં બોલ વાગ્યો અને એ તમ્મર ખાઈને નીચે પડી ગયા. રમત અધવચાળે અટકી ગઈ, આજુબાજુના રહીશો ભેગા થઈ ગયા અને જીતુભાઈને ઉંચકી વચલી શેરીમાં એમના ઘરે […]
જીન્સ – વિભાવન મહેતા પપ્પાએ સવાર સવારમાં ગુસ્સામાં ફોન પછાડ્યો, “સાલો મેનેજર, સમજે છે શું એના મનમાં? ઘેર પણ શાંતિથી બેસવા નથી દેતો. કામ સાથે નિસ્બત રાખતો હોય તો?” એટલામાં વોંશીંગ મશીન પાસેથી મમ્મીનો ગુસ્સાથી લાલચોળ ઘાંટો સંભળાયો, “એય રીતુડી, અહીં આવ, જો આ તારા જીન્સમાંથી શું નીકળ્યું? ગઈકાલના […]
સિંદૂર – વિભાવન મહેતા ચહેરા પર મારકણા સ્મિત સાથે સરલા વૈભવી ગાડીમાંથી ઉતરી. પાડોશમાં જીવીબાએ માર્મિક સ્મિત સાથે સામે ઓટલે બેઠેલા મંગુડોશી સામે જોયું. સરલાએ ઘરમાં દાખલ થઈ સાડીનું પેકેટ પલંગ પર મુક્યું, અરીસા સામે ઉભા રહી ખભા પર સાડીનો પાલવ સરખો કર્યો અને પછી બાજુમાં ટેબલ પર સનતકુમારની ફોટોફ્રેમ […]