ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

કાળમીંઢ પથ્થરોની વચ્ચે બનેલી બખોલમાં મધુ ચત્તીપાટ પડી હતી

સમુદ્રતટે – વિભાવન મહેતા

સમુદ્રતટ પૂરો થતાં પથરાયેલા તોતીંગ કાળમીંઢ પથ્થરોની વચ્ચે બનેલી બખોલમાં મધુ ચત્તીપાટ પડી હતી.

ડાબા હાથની કોણીને ટેકે મધુની અડોઅડ આડો પડેલો મકરંદ, જમણા હાથથી મધુના ચહેરાને ઢાંકતા તેના લાંબા વાળ સ્હેજ આઘા કરી વસ્ત્રવિહોણા અને સમુદ્રસ્નાનથી ભીના થયેલા કમનીય દેહનું લાલિત્ય ભરપેટ પી રહ્યો હતો. ક્યાંક ક્યાંક ચોંટેલી રેતી મધુની માર્દવતા વધારી રહી હતી.

કામેચ્છાની મહત્તમ ઉંચાઈ આંબી ગયેલા મકરંદે જમણા હાથની તર્જની મધુના કપાળ પર મુકી. ત્યાંથી નાકની ટોચ પર થઈ, બે થરથરતા અધરકુસુમની વચ્ચે ફેરવી ધીરેથી હડપચીને ખૂણેથી ગળા પર ઉતારી. બે ધકધક ધબકતાં ઉન્નત સ્તનયુગ્મની વચ્ચેની પ્રાકૃતિક ખીણમાંથી પસાર કરી મધુની નાભિમાં ઉતારી.

મકરંદે મધુના કમરપ્રદેશ, નિતંબ અને સાથળ પર હથેળી ફેરવી. હજુ એ જમણા હાથ અને જમણા પગથી મધુને કચકચાવીને સંપૂર્ણ આલિંગનમાં ભીંસવા જાય ત્યાંજ….

મકરંદ હાંફળોફાંફળો જાગ્યો. તેનું મોં ઓશીકાના પીંખાયેલા રુથી ઢંકાઈ ગયું હતું.

બા નીચેથી બુમ પાડતી હતી,”મકરંદ, જલ્દી નીચે આવ… મધુકાકી તને મળવા આવ્યા છે.”

Leave a comment

Your email address will not be published.

%d bloggers like this: