ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

આજે માલો હેપ્પી બડે છે

હેપ્પી બર્થ ડે – સુષમા શેઠ

દસ સળગતી મીણબત્તીઓ પર ફૂંકને બદલે થૂંક વધુ ઊડી. હાથ પકડીને વિકલાંગ દીકરાને મમ્મી-ડેડીએ કેક કપાવડાવી.

“આજે માલો હેપ્પી બડે છે. હું બવ હેપી છું પન માલા બર્થથી તમે નોટ હેપી હને મમ્મી-ડેડી?” ગૂઢ અર્થસભર છ આંખો મળી. અસંતુલિત હાથને પરાણે સ્થિર કરી વિસ્ફારિત નેત્રે ગુડ્ડુએ કેકનો ટુકડો ડેડીના મ્હોંમાં પધરાવ્યો.

તેની ડોક એક તરફ ઢળેલી હતી અને ખુલ્લા રહી ગયેલા મુખમાંથી લાળ નીચે ટપકી. ડેડીના હાથમાંથી કેકનો ટુકડો પડી ગયો.

Leave a comment

Your email address will not be published.