ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

તંગ શરીરને વળ આપી એણે ઘેરી રાત જેવા પોતાના વાળ ખોલી નાખ્યા

હું આવીશ – સંકેત વર્મા

“હું આવીશ!”

તરસીને ચૂર થઈ ગયેલી ધરતીના કાનમાં એના શબ્દો ગુંજવા લાગ્યા.  બૅડરૂમની સોનેરી ચાદર પર પડેલી સળો જોઈને એની અંદર ઊઠેલી તપિશ તેજ થઈ ગઈ. આકાશમાં ઘેરાયેલું કાળું વાદળ જરા દૂર હતું. ઠંડો પવન ફૂંકાયો અને કાન પાછળ વ્યવસ્થિત ખોસેલી લટ એની આંખો પર આવીને એના રૂપને એક અનેરો વળાંક આપી ગઈ. તંગ શરીરને વળ આપી એણે ઘેરી રાત જેવા પોતાના વાળ ખોલી નાખ્યા.

“હું અને તું કંઈ જુદા છીએ?” એણે ધરતીનો હાથ પોતાના હોઠ પર ચાંપી દીધેલો.

ધરતીના એ હાથમાં એના ચુંબનોનો રંગ હતો. એ હાથનો સ્પર્શ ધરતીના ફાટ ફાટ થતા યૌવનના શિખરોને નવી જ ઊંચાઈ આપવા લાગ્યો અને એ ટેરવા એના અંગે અંગને ઝંકૃત કરવા લાગ્યા, તાપ ભાંગતા ગયા, પીસાતી ચાદરમાં કેટલાય સોનેરી સળો જન્મતા ગયા. છેક નજીક આવી ગયેલા વાદળે જોરદાર કડાકો કર્યો, ધરતી ધ્રુજી ઊઠી અને વાદળ વરસવા જ જઈ રહ્યું હતું…

…ને ડૉરબેલનો અવાજ આવ્યો!

ઊઠેલાં તોફાનને અંગે અંગમાં ભરીને ધરતી દરવાજા સામે જોઈ રહી.

જો તમે મેડિકલ પ્રયોગોમાં ભાગ લેવા તૈયાર થઈ જશો તો બચી જશો

જિજીવિષા – સંકેત વર્મા યુદ્ધકેદીઓના એ કૅમ્પમાં થઈ રહેલી ગુસપુસમાં મેં સાંભળેલું,”જો તમે મેડિકલ પ્રયોગોમાં ભાગ લેવા તૈયાર થઈ જશો તો બચી […]

Leave a comment

Your email address will not be published.