ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

હપતો – દક્ષા દવે

સવાર સવારમાં મનોજભાઈના મોબાઇલમાં એક ફોટો આવ્યો. ડાઉનલોડ કર્યો. પોતાની વ્હાલસોઈ દીકરી સોનાના સેટ સાથે ફોટામાં હાજર હતી. મનોજભાઈએ તરત સ્વાતિબેનને ફોટો બતાવ્યો. બન્ને ખુશ થઈ ગયાં. દીકરીના સુખી લગ્નજીવનને મનોમન આશીર્વાદ આપ્યા.

થોડી વારમાં નૂપુરનો કૉલ આવ્યો. “સાત તોલાનો સેટ છે પપ્પા. ગિરીશે સરપ્રાઇઝ ગિફ્ટ આપી છે મને. એ કહેતા હતા કે પાંચ હજારના હપ્તાથી લીધો છે.”

“સારું બેટા, ખુશ રહે તું એથી વિશેષ કાંઈ નથી અમારા માટે.”

મનોજભાઈએ હિસાબની ડાયરી કાઢી અને મહિનાના ખર્ચમાં પાંચહજાર સેટના હપ્તાના ઉમેરી દીધા…

Leave a comment

Your email address will not be published.