તલવાર – હિરલ કોટડીયા

સારિકાના નાજુક સ્પર્શે જગાવેલા સ્પંદનોથી મારા હાથ અનાયાસે એની જુલ્ફોમાં અટવાઈ ગયા. તીવ્રતાથી ચાલતા ધબકારાની સાક્ષીમાં અમારા બંનેના અધર વધુ નજીક આવ્યા. અને મેં એના અધર ને મારા અધરોમાં જકડી લીધા. એના સ્તનના ઉભાર પર ફરતા હાથે જગાવેલા સ્પંદનોને માણવા હૃદય કેટલાય ધબકાર ચુકી ગયું. એના નાજુક ટેરવા મારા વાળમાં ફરવા લાગ્યા. મારા હાથ પણ બધી સીમાઓ છોડીને ઝુલ્ફોથી એની કમર સુધી આવી ગયા. અને આ શું? કમર પર કટિબંધ? હું ભૂતકાળમાં ખોવાઈ ગયો. રાજકુમારી, નાજુક હોઠ અને કટિબંધ. મેં સારિકાનો હાથ પકડ્યો, રેખાઓ જોઈ અને જ્યોતિષ આત્મા બોલી ઉઠ્યો કે આહ રાજઘરાનાની લકીર.

“શું થયું ઋષિ?” એ બોલી.

“સારિકા, તને પુનર્જન્મમાં વિશ્વાસ ખરો?”

“ઋષિ, વાતો કરવાના રૂપિયા નથી લીધા હો.” એ બગડી.

અને હું મારા પૂર્વજન્મની યાદદાસ્તના અભિશાપનું, પૂર્વજન્મનું અને મને મારા પ્રેમથી દુર જવા વિવશ કરનાર રાણી ગજગામિની ઉર્ફે સારિકા સામે વેર લેવા કટીબદ્ધ થયો. પણ સારિકા આ વખતે પણ તલવાર લઈને આવી હતી અને હું વિવશ હતો એના સોંદર્યની ધાર સામે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *