ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

માત્ર ટેલેન્ટથી કશું નહીં થાય… કોમ્પ્રોમાઈઝ કરશે?

કોમ્પ્રોમાઇઝ – નિમિષ વોરા

 

“માત્ર ટેલેન્ટથી કશું નહીં થાય… કોમ્પ્રોમાઈઝ કરશે?” લોલુપ નજર બોલી રહી.

“જી, ટોચ પર પહોંચવા કાંઈ પણ…”

“ઠીક છે… બાજુના રૂમમાં જા, આવું છું…”

ફૂલ્લી એસી રૂમ વચ્ચે વિશાળ હ્રદય આકાર ધરાવતું ડબલબેડ. તે ડબલબેડ પર બેઠી… ત્યાં જ દરવાજાના મિજાગરાનો અવાજ આવતાં એના શરીરમાંથી એક ઝણઝણાટી પસાર થઈ. બધું ઈશ્વર પર મૂકી એણે આંખો મીંચી દીધી અને જાતને સમર્પિત કરી.

માત્ર બે જ વર્ષોમાં તેનું નામ ‘ટોચ’ પર આવી ગયું અને એટલું જ નહીં બીજા પાંચ વર્ષે તે ખુદ ફિમેલ ડીરેક્ટર થઈ ગઈ!

આજે તેની પહેલી ફિલ્મ માટેનું ઓડિશન હતું. સહુથી બેસ્ટ લાગેલા મોડેલને પોતાની પ્રાઇવેટ કેબિનમાં બોલાવી પૂછ્યું, “માત્ર ટેલેન્ટથી કશું નહીં થાય… કોમ્પ્રોમાઈઝ કરશે?”

Leave a comment

Your email address will not be published.