કમર પરથી સરકી હોંઠ ઉર્ધ્વગતી કરી રહ્યા

જરૂરિયાત – નિમિષ વોરા

પગરવ સંભળાતા જ શીખાના પગના અંગૂઠા સંકોરાયા, અને બીજી જ ક્ષણે એ અંગૂઠા પર હૂંફાળો સ્પર્શ થયો. નવોઢા જેમ શણગારી આવવું એ ડિમાન્ડ હતી… પણ નવોઢા જેવો જ પોતાના મનનો ભાવ તેની પણ સમજ બહાર હતું.

પીંછાની અદાથી ફરી રહેલો હાથ, દરેક આભૂષણો ઉતારતા પહેલા થતું હળવું ચુંબન અને તેની સાથે મહેસુસ થતો હૂંફાળો ઉચ્છવાસ શીખાના મનને અવઢવમાંથી બહાર કાઢવા પૂરતો હતો. પાયલ, હીરાજડિત હાર, બંગડીઓ, કમરબંધ…. બધાય અંગો, આભૂષણોનો આભાર માની રહ્યા હતા. કમર પરથી સરકી હોંઠ ઉર્ધ્વગતી કરી રહ્યા અને કાનની વાળી પાસે પહોંચતા જ શીખાના મનની શરમ પર શરીરની તરસ હાવી થઈ ગઈ….

તસતસતા દીર્ઘ ચુંબન સાથે જ બંનેના આવરણ એક પછી એક અલગ થઈ રહ્યા…. અમુક અંગો, અમુક ચેતનાઓ જાણે આજે જ સજીવન થઈ હતી. બંન્નેની જરૂરિયાતો સંતોષાઈ રહી હતી…. સાથે હોટેલ બહાર રાહ જોઈ રહેલા શીખાના પતિની પણ….

1 thought on “કમર પરથી સરકી હોંઠ ઉર્ધ્વગતી કરી રહ્યા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *