ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

બિલ્ડિંગની પાળી પાસે જઈને એને ૩૦ મંઝિલ નીચે નજર ફેંકી.

છેલ્લો રસ્તો – કલ્પેશ જયસ્વાલ

 

આનંદની નિરાશા એના ધીમા પડતા પગલામાં વર્તાતી હતી. એ પગથિયાં ચડીને બિલ્ડિંગની છત પર આવ્યો, ચોતરફ અંધકાર હતો. બિલ્ડિંગની પાળી પાસે જઈને એને ૩૦ મંઝિલ નીચે નજર ફેંકી. એના શરીરમાં ભયનું લખલખું પસાર થઈ ગયું, નીચે પસાર થતા વાહનોની જેમ.. એણે પાળી પર ચઢીને ખુલ્લા આકાશ તરફ મીટ માંડી. તારોડીયા ટમ ટમ થતા હતા, ચંદ્રનું શરીર અડધું કપાઈ ગયું હતું! એણે શર્ટના ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢીને ફરીથી વાંચી,  નિશ્વાસ નાખ્યો અને ચિઠ્ઠી ભરીથી ખિસ્સામાં મૂકી દીધી. પેન્ટના ગજવામાંથી સ્માર્ટફોન કાઢીને સ્ક્રીન જોઈ. ડિજિટલ ઘડિયાળ ૧૧:૫૫ ૩૧/૦૩/૨૦૧૬ બતાવતી હતી. એક સુંદર સ્ત્રીનો ફોટો આખરી વાર જોઈને એણે સ્માર્ટફોન નીચે ફેંક્યો, નજર ઊંચી કરીને ટમટમ થતા તારા જોયા, હાથ ફેલાવ્યા અને આંખો બંધ કરીને ઝંપલાવ્યું.

બંધ આંખોના અંધકારમાં એને ફરીથી સ્માર્ટફોનની ચળકતી સ્ક્રીન દેખાઈ, ૧૧:૫૫, ૩૧/૦૩/૨૦૧૬.. ફટ કરીને આંખો ખોલી, એ મૂર્ખની જેમ હસ્યો. ચંદ્ર અને એની દૂરી વધતી હતી, એ મૂર્ખની જેમ હસતો જતો હતો. ‘ધડામ..’. ધૂંધળી નજરે ચાંદ કપાયેલો નહીં પણ એની મૂર્ખતા પર મોટે મોટેથી હસ્તો જણાયો.

Leave a comment

Your email address will not be published.