દેવી – શૈલેષ પરમાર

 

“પ્રભુ હવે એનું શરીર થાક્યું છે. એ પાંચ વર્ષની હતી ત્યારથી આ સિવાય બીજી કોઈ દુનિયા એણે જોઈ નથી. શું એ સાધારણ જીવનની હકદાર નથી? એની શક્તિઓ પાછી લઈ લે કાન્હા! એને આવી હાલતમાં જોવાની હવે હિમ્મત નથી રહી…” કહેતા હું કૃષ્ણની મૂર્તિ સામે બેસી રડી પડ્યો.

માંડ પોતાની જાત સંભાળીને રાધા પાસે ગયો…

લોકોની નજરમાં દેવી પણ એના માટે એની દિકરીને અશ્રુભીની આંખે જોઈ રહ્યો.

આખો દિવસ દેવીના રૂપમાં પોતાને મઠારીને સાવ નંખાઈ ગયેલી, લોકોની અંધશ્રદ્ધાના ભાર નીચે દબાયેલી એ માંડ આંખ ખોલી શકી અને ફરી પાછી નિંદ્રાધીન બની.

મેં પણ કંઈક નક્કી કરી આંખ મીંચી.

 

બીજા દિવસે હું માંડ લોકોનો આક્રોશ ઓછો કરી શકયો.

“આપણી મૈયા હવે આ સ્થાન પર બેસવાને લાયક નથી! મેં એ ખુદ એને મધરાતે ગુનાહિત હાલતમાં જોઈ છે. હું એનો બાપ કંઈ ખોટું બોલું?” હું મહામહેનતે લોકોને સમજાવી રહ્યો હતો.

ધીમે ધીમે લોકો ઓસરવા લાગ્યા.

કાલની એમની મૈયા માટે આજે એ જ લોકો ગાળો બોલી રહ્યા હતા.

***

“મને માફ કરજે બેટા પણ તને મુક્ત કરવાનો કોઈ બીજો ઉપાય નહીં સુઝ્યો. તારા મામા તને એ બધુ આપશે જે હું ના આપી શકયો.”

એ દરવાજા પાસે ઊભી રહી અને મારી સામે જોયું. અમે છેલ્લી વાર એકબીજાને જોઈ રહ્યાં હતા એ એની આંખોમાં કળાતું હતું. ચમકતી આંખે એણે કહ્યું, “આભાર. બધા માટે આભાર.” એકાદ ક્ષણ ખાલીપો વર્તાયો અને મેં મારા પગના અંગુઠા કાર્પેટ પર ટેકવ્યા. “ના…” હિમ્મત એકત્ર કરી હું બોલ્યો,”આભાર…” દરવાજો બંધ થયો અને એ ચાલી ગઈ.

One thought on “લોકોની નજરમાં દેવી પણ એના માટે એની દિકરીને અશ્રુભીની આંખે જોઈ રહ્યો.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *