વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો..
વંશે આજે એ ઝનૂન એની આંખોમાં જોયું, થોડી હિંમત કરીને એને જ પૂછ્ય઼ં તો એ ખડખડાટ હસવા લાગી, કહે, “સાહેબ, તમારું ચસકી ગયું છે કે..?”

પાંચ દિવસ પીછો કરીને એને સમજાવી લીધી. ઝુંપડપટ્ટીમાં એના મા-બાપને વંશે જયારે રૂપિયાની લાલચ આપી ત્યારે માન્યા. જુડો કોચ વંશની ખરી કસોટી હવે શરૂ થતી હતી.
ડોંપિગ ટેસ્ટમાં એ પોઝેટિવ સાબિત થયો હતો. એની કારકિર્દીને લાગેલ લાંછન ભુલાવવાનો આ સુંદર તક હતી. વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો..
વંશે સેવેલ ગોલ્ડ મેડલનું સ્વપન હવે એ એની આંખોમાં જોતો. રાતદિવસ જોયા વિના મલ્લીકુમારીની ટ્રેંનિગ શરૂ થઇ. પણ મલ્લીને કોચ વંશ ગમી ગયો, એનું ધ્યાન જુડો પરથી હટવા લાગ્યુ ત્યારે વંશે એને હા કહી પણ..
એશિયન ગેમ્સમાં સીલ્વર મેડલ મેળવનાર દેશની એક માત્ર ખેલાડી મલ્લીકુમારી બની. વંશે જયારે પોતે પરિણીત છે એ જણાવ્યુ ત્યારે મલ્લીની આંખોમાં એ જ ઝનૂન દેખાયું જે કયારેક..
2 thoughts on “ઝનૂન – પૂર્વી બાબરીયા”
Impressed.
Good gujarati reads.