ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

કરિયાવર – જિજ્ઞેશ ભીમરાજ

પીઠીએ બેસાડેલી બેનના કરિયાવરમાં આપવાના ઘરેણાં લેવા માટે શહેરમાં સોની પાસે ગયેલા ગંભીરને પીઠી ભરેલી સોનલને ‘એરુ આભડ્યો’ એ કેમ કરીને કહીશું એની ચિંતામાં આખું ગામ મુંઝાયુ.

સવારનો નીકળેલો ગંભીર સાંજ પડતાંતો ઘરના બારણે આવીને ઊભો રહયો. રૂડા ગીતોની જગ્યાએ મરશિયા સાંભળી તે હિબકી ઊઠ્યો.

પાનેતરની જગ્યાએ સોડ ઓઢાડી બહેનને સ્મશાને વળાવી આવી ઘરમાં બેઠો. રાત પડી ને આખું ગામ જંપી ગયું ત્યારે તેણે ધીરેથી પોતાની ધણિયાણીને પૂછ્યું, કરંડિયો ઉઘાડતી વખતે ધ્યાન રાખ્યું હતું ને?! મેં બહુ ઝેરી કાળોતરો મુકાવ્યો હતો! ત્યાં જ મૂછમાં હસતી તેની પત્ની બોલી મને કંઈ કાચી સમજી રાખી છે. ચાર મહિનાથી કપાતર માથે મેલી થઈ નોહતી, ક્યાંક કૂળનું નાક કપાવેતો?!!! દીવાલનેય ખબર ના પડે તેમ મેં કામ કર્યું છે.

ત્યાં તો જોરથી હવા ની થપાટ વાગી; બારી ઊઘડી ગઈ ને ચંદરવાની ઘૂઘરી રણકી ઊઠી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *