ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

અઢી ઘરની ચાલ – વિભાવન મહેતા

તેજપાલ શેઠના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. તેમનો હાથ ધ્રુજવા લાગ્યો. હા, સ્વીટીના જ ફોટા હતા. કેટલા બિભત્સ, ઓહ માય ગોડ… મોબાઈલ રણક્યો, “શેઠ, ફોટા જોઈ લીધા ને?”

“હા, હા પણ તું પૈસા બોલ. કેટલા ને ક્યાં.”

“શેઠ, પૈસા નથી જોઈતા.”

તેજપાલ શેઠનું મોં ખુલ્લું રહી ગયું. “હેં.. પૈસા નથી જોઈતા?”

“ના, શેઠ. રવિવારે તમારી ક્લબમાં એક ગ્રાન્ડ પાર્ટી અરેન્જ કરજો. ૩૦૦ મહેમાનોની. કોને બોલાવવા તે લીસ્ટ તમને મળી જશે. પછી પાર્ટીમાં તમારે જાહેરમાં તમારા અને સુઝીના સંબંધનો એકરાર કરવાનો છે. તમે આટલું કરશો એટલે સ્વીટીના તમામ ફોટા આગ ભેગા.. બાપના બોલે..” તેજપાલ શેઠના હાથમાંથી મોબાઈલ પડી ગયો અને તે સોફા પર ફસડાઈ પડ્યા. 

હાઉસકીપર સુઝી કૉફી લઈને આવી ત્યારે શેઠ બેભાન પડ્યા હતા. સુઝીએ મોબાઈલ જોડ્યો, “હાય અંશુમાન, લવ યુ. રસિકા શેઠાણી આઉટ, આ બધી મિલકત આપણી એન્ડ સ્વીટી એઝ અ બોનસ ફોર યુ… લાઈફ ઈઝ વન્ડરફુલ.” સુઝીનું અટ્ટહાસ્ય ખાલી બંગલામાં ગૂંજવા લાગ્યું. 

Leave a comment

Your email address will not be published.

%d bloggers like this: