ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

લેખક, ડોક્યુમેન્ટરી ફિલ્મકાર અને દિગ્દર્શક રાખી શાંડિલ્યનો સર્જન માઇક્રોફિક્શન વિશે મત..

અતિથી વિશેષ – ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્દેશક, લેખક અને દિગ્દર્શક રાખી શાંડીલ્યનો માઇક્રોફિક્શન વિશેનો મત.. તેમની સાથે વાત કરી સર્જન મિત્રો દર્શન ગાંધી અને ગોપાલ ખેતાણીએ

રાખી શાંડિલ્યએ ‘રિબન” મૂવીનું નિર્દેશન કર્યું છે. કલ્કી કોચલીન અને સુમિત વ્યાસ અભિનીત આ ફિલ્મને વિવેચકોએ બહુ વખાણી છે. આણંદ – જે “સરોગસી” માટે ચર્ચિત છે ત્યાં તેમણે “માય બેબી નોટ માઈન” નામની બહુ જ સુંદર ડોક્યુમેંટરી બનાવેલી છે. યુ -ટ્યુબ પર આપ એ માણી શકો છો.


Rakhee Sandilya
Rakhee Sandilya

કલા અને સાહિત્યમાં જે કંઈ નવુ આવે તે આપણા બધા માટે સારું છે. તે પછી માઇક્રોફિક્શન હોય, એની કલા પ્રસ્તુતી હોય કે શોર્ટ ફિલ્મ હોય. સર્જક અને ભાવક બન્ને માટે તે ઉત્તમ છે. નવા સર્જન પ્રકાર માટે સ્પર્ધા એક ઉત્તમ મંચ પૂરો પાડે છે. મેં જાણ્યુ છે કે અક્ષરનાદ ગુજરાતી માઇક્રોફિકશન માટે સ્પર્ધાનું આયોજન કરે છે તે ખરેખર બહુ જ સારી બાબત છે. અન્ય ભાષાઓમાં અને પ્લેટફોર્મ પર પણ આ ગંભીરતાપૂર્વક થવું જોઈએ. તો સર્જકો અને ભાવકો વધુ જાગૃત બનશે તેમ મારું માનવું છે. હું એક વાક્ય કહીશ કે ભારતમાંં દરેક વ્યકિત પાસે એક વાર્તા છે, દરેકને કંઈક કહેવું છે, બસ તેને એક મંચની જરૂર છે, અને એ વાર્તા રજૂ કરવા માટે યોગ્ય સાહિત્ય પ્રકારની. માઇક્રોફિક્શન એક સરસ વાર્તાપ્રકાર છે અને એને ખૂબ ફેલાવવાની, એ વિશે વધુ વાત થાય એ જરૂરી છે. “

આજના સમયમાં આપણી આસપાસ ઘણું બધું એવું બની રહ્યું છે કે તેને યોગ્ય રીતે જાણી, ડેવલપ કરી અને નવી રીતે પ્રસ્તુત કરીએ તો “વાર્તા” કહેવાની સદીઓ જૂની પરંપરા આગળ વધશે. બહુ જ ઓછા શબ્દોમાં વાર્તા કહેવાનો આ સાહિત્ય પ્રકાર “માઇક્રોફિક્શન” ખરેખર જબરદસ્ત છે અને એ સાથે સંકળાયેલા આપ સૌને શુભેચ્છાઓ…

“Small is beautiful always.”

Leave a comment

Your email address will not be published.