ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

પ્રમાણપત્ર – હસમુખ રામદેપુત્રા

“મોબાઇલનો કરીએ સદુપયોગ” – વિષય પર વકૃત્વ સ્પર્ધામાં રેશમા પ્રથમ નંબર પ્રાપ્ત કરી પ્રમાણપત્ર તથા ઈનામની રકમ લઈ હર્ષ પામતાં ઘરે મમ્મી – પપ્પાને પ્રમાણપત્ર બતાવવા ગઈ.

પણ રેશમાએ જોયું કે મમ્મી એની સખી ગૃપમાં વ્યસ્ત હતી અને પપ્પા એના મોબાઇલમાં વ્યસ્ત હતા! 

તેણે પોતાના ફેમીલી ગૃપમાં ફોટો અપલોડ કરી દીધો!

Leave a comment

Your email address will not be published.