ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

બીજો નમ્બર – સ્વાતિ નાયક

ટ્રાફિક બહુ હતો. એક તો મોડું થઈ ગયું હતું ને ઉપરથી રેડ સિગ્નલ. રાધાએ સ્ટિયરિંગ પર મુક્કી મારી વ્યર્થ ગુસ્સો કર્યો. કોઈ એને આગળ વધતા અટકાવે એ એને ક્યારેય ગમ્યું ન હતું. એને અવ્વલ રહેવાની આદત હતી.

અકળાઈને એણે આસપાસ જોયું. બાજુમાં જ મોટી રેન્જરોવર ઉભી હતી. એને ગમતો રંગ..બ્લેક. એના કાચ નીચે ઉતર્યા.

ઓહ.. અંદર વ્યક્તિ પણ એને ગમતી! શોભિત…!

પાંચ વર્ષે એને જોયો. સફળ થયો લાગે છે. એક ટીસ ઉઠી. હા, રિયા જ હતી કદાચ શોભિતની બાજુમાં.

શોભિતની રાધા પર નજર ગઈ ત્યાં જ સિગ્નલ ગ્રીન થયું. રાધાએ કાર સ્ટાર્ટ કરી ત્રાંસી નજરે જોયું.

શોભિતે ફૂલ વેચનારી છોકરીની ટોપલીમાંથી ફૂલ લીધેલું તે સુંધીને ફરી ટોપલીમાં નાખી દીધું.

દરવાજો ખોલીને તમાકુની પિચકારી મારી ને રાધાની કાર સાથે થવાની કોશિશ કરી.

પણ..

ફરી એક વાર અંતર વધી ગયું.

રાધાને પહેલીવાર બીજા નંબરે રહી આગળ નીકળી ગયાનો આનંદ થયો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: