ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

છાપું (માઇક્રોફિક્શન) – સંજય થોરાત

રોજ સવારે રમણલાલ ત્રીજા માળની ગેલેરીમાં છાપું લેવા હાજર હોય..

અને બારીમાં એમની દીકરી અમી ફેરિયા સાથે નજર મિલાવવા.

એ એમનાં ફ્લેટ પાસે આવે એ પહેલા સાઇકલની ઘંટડી વગાડતો અને એ બન્ને પોતપોતાના કામે ડોકું બહાર કાઢતાં, આ નિત્યક્રમ..

એ ત્રણ દિવસના બ્રેક બાદ ફરી છાપું નાંખવા આવ્યો, ગેલેરી ભરેલી અને બારી ખાલી હતી. એ અટક્યો, રમણલાલે એને ઇશારો કરી ઉપર બોલાવ્યો.

એ ગભરાટ અનુભવતો, ચોરી પકડાયાની બીકે સીડી ચઢતો રહ્યો, રમણલાલ બારણે જ ઊભા હતા,

“તારે એને સાઇકલ સવારી કરાવવી હતી ને?”

“… … … “

“સૂર્યાસ્તની લાલીમા બતાવવી હતી ને?”

“… … …”

“દોસ્ત, તારી ચિઠ્ઠી મારા હાથમાં આવી ગઈ.”

એ નીચી મૂંડીએ બધું સાંભળતો હતો. એટલામાંરમણલાલે છાપાનું છેલ્લું પાનું ખોલીને એના હાથમાં આપ્યું…અને એ ધ્રૂજી ઊઠ્યો, નીચે સાઇકલમાં ધડાકો થયાનો અવાજઉપર સુધી આવ્યો..

Leave a comment

Your email address will not be published.