ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ખબરદાર, જો મારી દીકરીને હાથ પણ લગાડ્યો છે તો!

હિમ્મત – આરતી આંત્રોલીયા

“ખબરદાર, જો મારી દીકરીને હાથ પણ લગાડ્યો છે તો.” તે જોરથી ગરજી ઉઠી. વહુનું આ રણચંડી સ્વરૂપ જોઈ સાસુમા છળી પડ્યાં. સહસા જ બન્નેથી વૃક્ષની ડાળીએ માળામાં ઈંડા સેવતી કાગડી તરફ જોવાઈ ગયું, સવારે જ બારી પાસે જતાં કાગડીએ ઘુરકીને ચાંચ મારી હતી તે યાદ આવ્યું.

ત્રીસ વર્ષ પહેલા પોતે પણ આવી હિમ્મત દેખાડી હોત !

Leave a comment

Your email address will not be published.