ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

હંમેશા અમારા અંતરમાં રહેનારને કેમ કરી ભૂલીએ અમે !

દવા – દિવ્યેશ વિ. સોડવડીયા

“અમારી જિંદગીમાં તમારા વિના શૂન્યાવકાશ છવાઈ ગયો. હંમેશા અમારા અંતરમાં રહેનારને કેમ કરી ભૂલીએ અમે ! પ્રભુ તમારા આત્માને શાંતિ અર્પે એ જ અમારી પ્રાર્થના.”

‘લાડલી વહુને અશ્રુસભર શ્રદ્ધાંજલિ.’ આવા લખાણવાળી છબી સમક્ષ બેસણામાં સૌ મૌન ગોઠવાયા હતા.

..ને નાનકડી દીકરીએ હાથમાં ખાલી શીશી બતાવીને કહ્યું, “પપ્પા, મમ્મીની આ દવા ખૂટી ગઈ એટલે એ ભગવાન પાસે…”

Leave a comment

Your email address will not be published.

%d bloggers like this: