એક બટકું – સોનિયા ઠક્કર “લઈ લે એક બટકું!” વિરાટ શેઠે પોતાના માનિતા નોકર વિજય સામે મીઠાઈ ધરી. રોજની જેમ આજે પણ તેણે એક ટુકડો મોંમાં મૂક્યો. બે કલાકમાં તો હવેલીમાં હોહા થઈ ગઈ. શેઠના મોંમાંથી ફીણ નીકળતું હતું! તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્રણેય દીકરાઓએ વિજય તરફ શંકા […]
સર્જક મુજબ સોનિયા ઠક્કર
માનો યા ના માનો – સોનિયા ઠક્કર શહેરથી દૂર પહાડોની વચ્ચે આવેલા ગામમાં બે બાળકો આજે પોતાની કલા બતાવવાના હતા. બ્લેક જ્હોન ને વ્હાઈટ ડેવિડની જોડી કઈ કલા બતાવશે એ ચર્ચાનો વિષય હતો. થોડી વારમાં કાર્યક્રમ શરૂ થયો. વાયોલિનવાદન શરૂ થયું ને ગામલોકોમાં કલબલાટ શરૂ થયો, ‘આમને અટકાવો’, ‘સંગીત […]
બોન્સાઈ – સોનિયા ઠક્કર વિરાજે ઘરમાં આવતા જ બોન્સાઈ ટ્રી વિશાખાના હાથમાં મૂક્યું. ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરવા એની પસંદગી થઈ હતી. દીવાનખંડમાં એને ગોઠવતા વિશાખા બોલી ઊઠી, ‘તને આમ જીવવું ફાવી ગયું હશે ને? મારી જેમ જ !’
દ્રષ્ટા – સોનિયા ઠક્કર ઈન્દ્રપ્રસ્થનો અંધકાર વધુ ને વધુ ઘેરો થઈ રહ્યો હતો. થોડી વાર પહેલા જોયેલું ભવિષ્ય તેને હચમચાવી ગયું. કદાચ કંઈક ભૂલ થતી હોય એમ સમજી તે ફરી એ જ ઘટના જોવા મથી રહ્યો. દર્પણનું પ્રતિબિંબ તેને કહી રહ્યું હતું, ‘તું તારા પરિવારનું સુખ ઇચ્છે છે, પણ ભવિષ્ય […]