સર્જક મુજબ શીતલ ગઢવી
હું મારા મિત્ર સાથે વાત કરતી એક લાઈબ્રેરીમાં ચાલી રહી હતી. "પોસ્ટઓફિસના અલી ડોસા કરતા પોસ્ટ ઓફિસની ભીંતો, બારણાં, બારી; એ અલી ડોસાને જોઈ શું વિચારતા હશે એ જાણવું વધુ ગમે. આસપાસની વસ્તુઓમાં સજીવારોપણ કરવું, એમની દ્રષ્ટિએ જોવું, એ વિચાર જ અદ્રુત છે." મારી મિત્ર મારી સામે હસીને બીજા પુસ્તક શોધવા આગળ વધી. પાસેના શેલ્ફમાંથી અચાનક સિંહાસન બત્રીસીનું પુસ્તક મારા પગ પાસે આવી પડ્યું. "મારી દ્રષ્ટિએ જોઈ શક્શો?"
સાંજ – શીતલ ગઢવી સાંજ પડે રોજની આદત મુજબ સતત ચાર ચક્કર મેં બાગની ફરતે લગાવ્યા. છતાંય એ વડીલ બાંકડાના છેડે સહેજ નમેલા જ રહ્યા. મને કોઈ અઘટિત થવાનો અણસાર આવતા હું ત્યાં પહોંચી ગઈ. “અંકલ.. તમે ઠીક તો છો ને..?” “શશશ..!” એક અર્ધ મરેલા જીવડાને પોતાની સાથે લઈ જવા […]
ગૌ – શીતલ ગઢવી “બુય્ચ…બુય્ચ… એક ધક્કો મેલ… પસી તું સુટ્ટી…” “મા… એ મા… કુને કેસે…?” અમીએ ઓરડામાંથી ફળિયામાં બેઠેલી એની મા જમનાને બૂમ પાડી. “ઈ તો… ગંગાડી વહુકી સે… દરદ ઓસુ કરવા પુસકારું સુ… હમણાં તારી હારે રમવા વાસરું આલશે.” “તે હે મા… ઈ પા’ણો દેહે […]
સમાધાન – શીતલ ગઢવી “શું જુએ છે? ..તું આટલો હલકો થઈ જઈશ.. મારી સમજ બહાર છે. મેં જ તને બનાવ્યો.. તું કંઇક અલગ બની ગયો!” સામે મેં મારી જ જાતને મારી પર ક્રોધ કરતી જોઈ. “હા.. તો.. ક્યાં સુધી સચ્ચાઈ અને અચ્છાઈની પીપુડી વગાડ્યા કરવી.. સારું કર્યા પછી મળે શું? […]