આગમન (માઈક્રોફિક્શન) – લીના વછરાજાની

પંડિતે યજમાનને કહ્યું, “ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી બહુ પુણ્ય મળશે.”

ગંગાએ અદ્ધર શ્વાસે કહ્યું, “અરર! આ ચામડીના રોગવાળો હમણાં ખાબકશે.”

યમૂનાએ રોતલ અવાજે કહ્યું, “હા બેના, લાલચુ પંડિત દક્ષિણાના લોભમાં આપણો કાયમ દુરુપયોગ કરે છે.”

સરસ્વતિ તો આંસુ આંસુ જ હતી.

રોજની જેમ ‘ડેટ વિથ જેની’ માટે મુકેલી એલાર્મની રીંગ વાગી

પરફેક્ટ ડેટ – લીના વછરાજાની   રોજની જેમ ‘ડેટ વિથ જેની’ માટે મુકેલી એલાર્મની રીંગ વાગી અને માલ્કમ રોમાંચ સાથે જાગી ગયો. આજ જેનીનું મનપસંદ પરફ્યુમ લગાડીશ એવું વિચારતાં શાવર Continue Reading

Posted On :

પાગલ, તુલસી દરેક અવતારમાં માધવની જ હોય

તુલસીવિવાહ – લીના વછરાજાની   આઈ.સી.યુ. માંથી બહાર આવેલા ડૉક્ટરે માધવને અપડેટ આપ્યા, “હવે કોઇ જોખમ નથી. પેશન્ટને મળવું હોય તો બે મિનિટ મળી શકાશે.” માધવ બેડ પર નિસ્તેજ થઇને Continue Reading

Posted On :

તારું ને મારું જીવન કોપી પેસ્ટ જ રહેશે.

કોપી પેસ્ટ – લીના વછરાજાની સરફરાઝના હાથનો ઢોરમાર ખાઇને મુમતાઝના ખોળામાં માથું નાખીને ધ્રૂસકે ધ્રૂસકે રડતી ફરજાનાના મારની વેદના મુમતાઝના ચહેરા પર છલકાઈ આવી. “તારા નિકાહ સરફરાઝ સાથે થયા ત્યારે Continue Reading

Posted On :