‘વાર્તાનંદ’ : સંપાદકીય – રાજુલ ભાનુશાલી

બત્રીસ જાતનાં પકવાન અને છત્રીસ જાતનાં ફરસાણ વિશે વાતો ગમે એટલી કરીએ પણ ભૂખ ભાંગશે? સ્વાદ આવશે? પોષણ મળશે?

ના.. એ માટે પકવાન આરોગવા પડે.

‘વારતા’નું પણ એવું જ છે.

માણસ વાર્તા કહેતો અને વાર્તા સાંભળીને હોંકારા ભણતો ક્યારથી થયો હશે?

પ્રસિદ્ધ વાર્તાકાર કિરીટ દૂધાત સાથે સંવાદ

આદરણીય કિરીટ દૂધાતજી આધુનિક ગુજરાતી વાર્તા ક્ષેત્રનું ખૂબ જાણીતું નામ છે. ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે ગુજરાતી, હિંદી, સિંધી, સંસ્કૃત, કચ્છી અને ઉર્દુ સાહિત્ય અકાદમી સાથે તેઓ જોડાયેલા છે. તેમને શ્રેષ્ઠ ટૂંકી વાર્તા માટેનો ઉમાશંકર જોશી પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય પરિષદનો શ્રેષ્ઠ ટૂકી વાર્તા સંગ્રહ માટેનો પુરસ્કાર,’બાપાની પિંપર’ માટેે ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર અને ‘આમ થાકી જવું’ પુસ્તક માટે ધૂમકેતુ પુરસ્કાર મળ્યા છે. સર્જનના રાજુલ ભાનુશાલીએ તેમની લેખનયાત્રાની શરૂઆત વિશે, વાર્તાલેખન અંગે તેમno દ્રષ્ટિકોણ જાણવા અને માર્ગદર્શન માટે સંવાદ કર્યો હતો. એ અત્રે પ્રસ્તુત છે.

એક મુલાકાત (માઈક્રોફિક્શન) – રાજુલ ભાનુશાલી

હવે ખાતરી થઈ કે એ મને જ જોઈ રહી છે.

એકાદ બે વાર નજર મળી. એવું શું હતું એ નજરમાં જે મને ખેંચી રહ્યું હતું! ઈજન? હવે મને પણ એમાં રસ પડ્યો. હું તાકી રહ્યો. ચહેરો નમણો હતો, અને આંખો… કાફી બોલકી.

બાજુમાં બેઠેલા પુરુષે કશુંક કહ્યું. એણે પર્સમાંથી પાણીની બોટલ કાઢીને આપી.

‘મને જુએ છે?’ મારી આંખોમાંથી ડોકાતો એ પ્રશ્ન જાણે એણે વાંચી લીધો હોય એમ બે વાર એણે પોતાની બોલકી આંખો પટપટાવી અને તીરછી નજરે બાજુમાં બેઠેલા પુરુષને જોઈ લીધો. એની આંખો બંધ હતી.

એટલે થોડુંક મોડું થયું

ખુલાસો – રાજુલ ભાનુશાલી એણે ડૉરબૅલ વગાડવા હાથ ઉઠાવ્યો પણ દરવાજો ખુલ્લો જ હતો! એના હૃદયના ધબકારા વધી ગયા. એ દરવાજો હડસેલીને ફફડતી ઘરમાં પ્રવેશી. આરામ ખુરશીનું કીચુડ કીચુડ બંધ Continue Reading

Posted On :

મોરપીંછનો એ પ્રવાસ જોઈને પોતે દંગ રહી ગયો

મોરપીંછ – રાજુલ ભાનુશાલી એને ઘણી વખત થતું કે રખેને ભૂલમાંય અડકી જવાશે તો એનીય ચામડીનો રંગ ક્યાંક ભાભી જેવો ઇસ્ટમેન ન થઈ જાય. ક્યારેક સવારના ભાભી રોટલી કરતાં હોય Continue Reading

Posted On :

એ મુઠ્ઠીઓ વાળીને દોડ્યો પણ જાજરૂ સુધી પહોંચે એ પહેલા

શહીદ – રાજુલ ભાનુશાલી એ મુઠ્ઠીઓ વાળીને દોડ્યો પણ જાજરૂ સુધી પહોંચે એ પહેલા જ એનું પેટ છૂટી ગયું. “સીમમાં જ પડ્યા રે’તા હો તો… જ્યાં આવે બેહી પડવાનું,” પુત્રવધુ તિરસ્કૃત સ્વરે Continue Reading

Posted On :