સર્જનની પહેલી શોર્ટફિલ્મ વખતની સરસ મજાની યાદો.. ત્રણ શોર્ટફિલ્મોના શૂટિંગ વખતના ફોટા અને અમે એ બહાને કરેલા આનંદની સાબિતી..
સર્જક મુજબ મીરા જોશી
અલાર્મ – મીરા જોશી અલાર્મ વાગ્યું. બારી બહાર મળસ્કાના આકાશને તાકી રહેલી બે જાગતી આંખોની તંદ્રા તૂટી. ને તેનાથી અનાયાસ બાજુના ખાલી પડખે જોવાઈ ગયું, જ્યાં મૃત સૌભાગ્યના ડૂસકાંઓ હજુ પણ શ્વાસ લેતા હતાં. એના માથા પર હળવું ચુંબન કરી તેણે મલકાતા ચહેરે અલાર્મ બંધ કર્યું અને બંને માટે ટીફીન બનાવવા […]
ત્યાગ – મીરા જોશી એક સવારે એ અરીસાની સામે ઊભી હતી. ઉંમરના ચાલીશ વર્ષે પોતાની આંખોમાં સોળ વર્ષની કન્યા શોધતી હતી. વાળની લટમાં ઉપસી આવેલી સફેદીને નજરઅંદાજ કરવા મથતી પણ કેમેય કરીને ખોવાયેલી ચંચળતા મળી નહી..! થાકી હારી, છાપાંની પૂર્તિ હાથમાં લીધી, ને વાંચવામાં આવ્યું: સ્ત્રી ત્યાગની મૂર્તિ હોય […]
હું પણ તને ચાહું છું.. – મીરા જોષી “અનિરૂદ્ધ, નાનપણથી મેં એક કલ્પના કરી હતી, હિમાલયની ભૂમિ પર વસવાની… ત્યાંની પરમ શાંતિને હ્રદયમાં ભરીને પરિતૃપ્ત થવાની અદમ્ય ઝંખના હતી મને… આજે એ ઝંખનાની પૂર્તિનો દિવસ છે, અનિરૂદ્ધ. તારા મૈત્રીઋણથી મુક્તિ આપ મને.” હિમાલયનાં બરફમય શિખરોની પેલી પાર સફેદ ચાદર ઓઢેલી […]