સર્જક મુજબ મીનાક્ષી વખારિયા
પડખું – મીનાક્ષી વખારિયા “તને કવ સું સવલી, ઉંચવરણ ઝેવા નખરાં આપડાં ઝેવી વહવાયાની ઝાતને પોહાય નય. હું ભલે મહાણમાં મડદા બાડતો હોંવ પણ સોડીને હાહરે મોકલવાનાં હપના તો હુંય ઝોંવ સુ… મનિયાને હો ભણાવવો સ…” “પણ તારા ઝેવો ધણી મેલીને હું..?” “મરી ગયલી… હાને હાટુ રૂપનાં ટોપલા લઇને ઝલમી […]
બોલકા અબોલા – મીનાક્ષી વખારિયા “ભાભુમા.. મારા ભઈલાને દૂધ પાઈ દયો ને!” સવલી આજીજી કરતાં બોલી.. મા ધાવતા દીકરાને મેલી બે પહોર પહેલાં મરી ગઈ હતી. . “બહુ દાઝતું હોય તો ચમચીથી પીવરાવી દે..” “બહુ રોવે છે, ધાવ્યા વગર છાનો નઈ રે..” “હાલતી થા.. મારા નાનકાને ઓછું નો પડે […]
માથાબોળ – મીનાક્ષી વખારિયા “જોજે એને અડકતી નહીં, માથાબોળ નહાવું પડશે.” હિંચકે બેઠેલાં બા બોલ્યાં. રિયા ઝાડુવાળીની છોકરી સોમીને અડવાની જ હતી. “કેમ નહીં અડવાનું દાદી?” “એ લોકો હલકી વરણના એટલે નહીં અડકવાનું બસ…” રિયા, પહેલીવાર બહાર બેઠી… “એક ખુણામાં બેસી રહેજે… ક્યાંય અડતી નહીં, ખાવાપીવાનું ત્યાં જ મળી રહેશે. “હું હલકી વરણની […]
રૂપિયા – મીનાક્ષી વખારિયા “એય….. હાળા હહરીના…. જા હાલતો થા હાલતો!” “આલને ‘લી… આ સેલ્લી વાર, પસે નૈ માગું…” “કૈ’દીધુંને એકવાર, નૈ આલું….” “નૈ ચ્યમની આલે?” “નૈ આલુ…. જા, તારાથી થાય ઈ કરી લે.” બોલતાં બોલતાં રાજીએ ઓઢણાના છેડે મારેલી ગાંઠ ફરી તપાસી ને કમરે ખોસી દીધી. પૈસા માટે રઘવાયા […]