સર્જક મુજબ મીતલ પટેલ
પોનીટેલમાં બંધાયેલા કાળા વાળ, સાદો પરંતુ આકર્ષક ડ્રેસ, મક્કમ ધીમી અવાજ વિહીન ચાલ. ચાલીસથી પચાસ વર્ષ વચ્ચેની ઉમર. સંપૂર્ણ શાંત, એકાગ્ર ચિત્ત, સ્વસ્થ મનની સ્વામિની, આત્મવિશ્વાસથી છલકાતો ધીર ગંભીર ચહેરો. કોઈ પણ પરિસ્થિતિ સામે લડી લેવાની હિંમત એની આંખોમાં દેખાય છે. આ એક બદલાવ છે, જેને લીધે એની ઉમર અત્યારે છે એ કરતાં દસ વર્ષ ઓછી દેખાય છે.
આક્રંદ – મીતલ પટેલ “ગંગુ, હું આ કામ નથી કરવાનો, મારા માટે શક્ય નથી. હંમેશા એક ભૂતાવળ મારી આસપાસ મંડરાય છે, એમના કુટુંબીજનોનું આક્રંદ સુવા નથી દેતું.” “સોનુના બાપુ, આ કામ છે તો આપણે બે ટંકના રોટલા ખાઈએ છે, બીજું કામ મળવું.. આ તો સરકારી નોકરી આખી જીંદગી પૈસા મળશે, […]
સાધના – મીતલ પટેલ એની નાગણશી લીસી ત્વચા પર પ્રેમથી મારો હાથ ફરી રહ્યો અને એનું રોમરોમ ઝંકૃત થઈ ઊઠ્યું. સાથે મારું પણ! એના કોમળ ગુલાબી અધરોનો રસ મને આજે પણ પહેલી વાર જેટલો જ મીઠો લાગ્યો. અખંડ તૃપ્તિનો સંતોષ એની નશીલી આંખોમાં નિહાળી હું થોડો વધુ તૃપ્ત થયો. હંમેશાની […]
“મૅડમને શું થઈ જાય છે? જ્યારે પણ કોઈ બળાત્કાર કે મોલેસ્ટેશનનો કેસ આવે રણચંડી બની જાય છે. જજની સજા પહેલા એવી-એવી જગ્યાએ થર્ડ ડિગ્રી આપે, આરોપી પોતાની મા, બહેન કે પત્નીને પણ પકડતા થરથરે.” કાનાફૂસી સાંભળી ઈન્સપેકટર સંધ્યાની નજરોમાં સોળ વર્ષની પંખે લટકેલી બહેન તરવરી.