“સર્જન” સાથેનો અનુભવ – ભારતીબેન ગોહિલ

જોતજોતામાં તો ‘સર્જન’માં જોડાયાને લગભગ બે વર્ષ જેવો સમય પસાર થઈ ગયો. ખરું કહું તો અહીં જોડાયા પછી મારાં મૌલિક લેખનને એક સાચી દિશા મળી છે. આમ જોઈએ તો આ ગ્રુપ માઈક્રોફિક્શન સ્ટોરીનું. પણ માઈક્રો- ફિક્શન સ્ટોરી ઉપરાંત તેમાં ઉત્તમ સાહિત્ય, સાહિત્યના વિવિધ પ્રકાર, સાહિત્યક્ષેત્રે વિશ્વમાં ચાલી રહેલ પ્રવાહ, સાહિત્ય સ્પર્ધાઓ, સોશ્યલ મીડિયા અને સાહિત્ય વિગેરે અનેક બાબતોની ચર્ચાઓ થતી રહે છે જેથી સૌના જ્ઞાનમાં વધારો થતો રહે છે.

અહીં જોડાયા પહેલા એવું સાંભળવામાં આવતું કે અત્યારે લોકોમાં વાંચન ઓછું થતું જાય છે, સાહિત્યનું ખેડાણ ઓછું થતું જાય છે, સાચી જોડણી પ્રત્યે નવી પેઢી ગંભીર નથી અને આ બધાંથી આપણી લાડલી ગુજરાતી માતૃભાષા ધીમે ધીમે મૃતપાય થતી જાય છે… આવું તો ઘણું બધું.

હીંચકાનો કિચૂડ..કિચૂડ.. અવાજ પણ તેલ ઊંજવાની સાથે જ બંધ થયો.

ઊંજણ – ભારતીબેન ગોહિલ કુંતલ ફોટો ધરીને બોલેલી, “જુઓ, આપણા દીકરા… તેનો પરિવાર ને મસ્ત મજાનો દરિયાકિનારો.” ‘દીકરા અને વહુઓ..ફોટામાં જોતા તો આંખોને ટાઢક આપે પણ સંબંધની વાતે હૈયું ચીરી Continue Reading

Posted On :

શરમની મારી દમલીએ હાથથી મોં ઢાંકી દીધું

દમલી – ભારતીબેન ગોહિલ પાણી વાળતો નંદુ અવાજ સાંભળી આવી પહોંચ્યો. ને અટક્યો-કોઈએ ‘સ્ટેચ્યુ’ કહ્યું હોય તેમ. તેની આંખો દમલીના આખાયે દેહ પર ફરી વળી.  ઓઢણું ખસી ગયેલું. ખુલ્લો થયેલ Continue Reading

Posted On :

હોસ્પિટલની બહાર ઊભેલું કૂતરુ જોરથી રડ્યું

અર્ધસત્યો – ભારતીબેન ગોહિલ   હોસ્પિટલની બહાર ઊભેલું કૂતરુ જોરથી રડ્યું. ક્વાટર્સમાં રહેતા ડૉક્ટરની દીકરી હેલી દોડીને તેની માને વળગી પડી. “મમ્મી, પેલી જપુ કેતી’તી કૂતરું રડે તો….” “એવું ના હોય Continue Reading

Posted On :

જળના વિવિધ પડછાયામાં મને માત્ર તું જ દેખાય છે

ટેક – ભારતીબેન ગોહિલ સત્યેન….તમને અવારનવાર ચાંદનીમાં લટાર મારતા જોઉં છું. લોકો પ્રકાશના પૂજારી હોય છે તમે તો અંધારાના ભક્ત! રાત થાય ને તમારા માટે સૂરજ ઊગે! એમાંયે પાણીમાં પડતાં Continue Reading

Posted On :