સર્જક મુજબ પ્રિયંકા જોષી
જોતજોતામાં તો 'સર્જન'માં જોડાયાને લગભગ બે વર્ષ જેવો સમય પસાર થઈ ગયો. ખરું કહું તો અહીં જોડાયા પછી મારાં મૌલિક લેખનને એક સાચી દિશા મળી છે. આમ જોઈએ તો આ ગ્રુપ માઈક્રોફિક્શન સ્ટોરીનું. પણ માઈક્રો- ફિક્શન સ્ટોરી ઉપરાંત તેમાં ઉત્તમ સાહિત્ય, સાહિત્યના વિવિધ પ્રકાર, સાહિત્યક્ષેત્રે વિશ્વમાં ચાલી રહેલ પ્રવાહ, સાહિત્ય સ્પર્ધાઓ, સોશ્યલ મીડિયા અને સાહિત્ય વિગેરે અનેક બાબતોની ચર્ચાઓ થતી રહે છે જેથી સૌના જ્ઞાનમાં વધારો થતો રહે છે. અહીં જોડાયા પહેલા એવું સાંભળવામાં આવતું કે અત્યારે લોકોમાં વાંચન ઓછું થતું જાય છે, સાહિત્યનું ખેડાણ ઓછું થતું જાય છે, સાચી જોડણી પ્રત્યે નવી પેઢી ગંભીર નથી અને આ બધાંથી આપણી લાડલી ગુજરાતી માતૃભાષા ધીમે ધીમે મૃતપાય થતી જાય છે... આવું તો ઘણું બધું.
"રમા શોર્યને રમવા બહાર મોકલીશ નહીં.", ઉંઘમાં જ મેં સાંભળ્યું. "..પણ આમ ક્યાં સુધી?" મમ્મીને ચૂપ કરવા માટે પપ્પાની બે કરડી આંખો જ પૂરતી હતી. તમને ખબર છે; હું પૂરાં પાંચ વર્ષનો થયો પણ પપ્પાએ કદી મને વ્હાલ નથી કર્યું. હું અને મમ્મી ક્યારેય ઘરની બહાર જતાં જ નથી. હું સ્કૂલે પણ નથી જતો, મમ્મી જ મને ભણાવે છે. કાલે હું ટેબલ્સ બોલી ગયો ત્યારે કેટલી ખુશ થઈ ગયેલી એ!
ફરજંદ – પ્રિયંકા જોષી “વેલકમ, આશા છે આપને અહીં પહોંચવામાં બહુ તકલીફ નહીં પડી હોય.” “જી, આ સ્થળ થોડું અંતરિયાળ છે અને એથી જ વધારે મોહક. મુસાફરીમાં ખરેખર આનંદ આવ્યો. થેન્ક યુ.” બત્રીસ વર્ષની ડૉ.શુભાનું પ્રોફાઈલ એક મેટ્રીમોનિયલ સાઈટ પર જોઈને છત્રીસ વર્ષનાં ડૉ.આનંદ આ મનોરના જંગલમાં આવેલાં એક અનાથાશ્રમ સુધી […]