આ શ્રેણી સર્જન મિત્રોની માઇક્રોફિક્શનને ખોલી સર્જનના જ અન્ય મિત્રો દ્વારા એનો આસ્વાદ અથવા વિવેચન કરાવવાની અમે કરેલી મથામણનું પરિણામ છે. માઇક્રોફિક્શનમાં ઘણું એવું હોય છે જે વાચકે પોતે વિચારવાનું કે વિસ્તારવાનું રહે છે, એનો પ્રાયોગિક પ્રયત્ન સર્જક જ વાચક બની કરી બતાવે એ હેતુથી આ ટાસ્ક કરેલો અને એના પરિણામે ઘણાં સુંદર વિવેચન અથવા રસાસ્વાદ મળ્યા એ સર્વે વાચકમિત્રો સાથે વહેંચી રહ્યાં છીએ. એ અંતર્ગત પ્રસ્તુત છે સુષમાબેન શેઠની માઇક્રોફિક્શનનો પારૂલબેન મહેતાની કલમે રસાસ્વાદ.
સર્જક મુજબ પારૂલ મહેતા
4 posts
“શું વાત છે મોમ, આખિર ઇસ નિખરે નિખારકા રાઝ ક્યા હૈ?” યુક્તાના ઉતાવળા આલિંગનથી બેધ્યાન બિલ્વા થોડી ઝંખવાણી પડી ગઈ. હાથમાંથી છટકતાં રહી ગયેલી પ્લેટ ઝીલતાં “બાય મોમ”નો જવાબ આપી એણે જાતને સ્વસ્થ કરવાનો પ્રયાસ કર્યો. “નાઇસ ડે બેટા” એમ યંત્રવત બોલીને બેડરૂમ તરફ ધસમસી. વેરવિખેર રૂમમાં શાર્દૂલ સફેદ શર્ટ […]