ડૉ. હાર્દિક યાજ્ઞિક

મહાકાય માઇક્રોફિક્શન.. – ડૉ. હાર્દિક યાજ્ઞિક

ભૂખરા રંગને માઇક્રોસ્કોપમાં જોઇએ તો એ કાળો ભમ્મર લાગે છે. સૂક્ષ્મતામાં ઊંડે ઊતરવાથી રંગો બદલતાં જાય છે… માઇક્રોફિક્શનનું પણ કંઇક આવું જ..

૨૦૧૨ની સાલમાં ઝેન ગુરુ રુથ ઓઝીકીને વાંચવાનું સદભાગ્ય મળ્યું હતું.. અને ત્યારે પહેલો પરિચય થયો હતો ઝેન ડ્રેબલ્સનો.. ઓછા શબ્દોમાં ઘણું બધું કહેવાની રીત સ્પર્શી ગઇ. ૨૦૧૨ના સપ્ટેમ્બર મહિનામાં પહેલ-વહેલો પ્રયત્ન કર્યો ગુજરાતી ભાષામાં આવી સાવ ઓછા શબ્દોમાં વાર્તા લખવાનો.. કંઇક મજા પડી એટલે પરમ મિત્ર અને માર્ગદર્શક જીજ્ઞેશ અધ્યારૂને તાત્કાલિક ઇ-મેઇલ અને ચાતક નજરે પ્રતિભાવોની રાહ જોવા લાગ્યો.. સાંજે તેમનો ફોન આવ્યો “સરસ.. મજા પડી હાર્દિકભાઇ.. અક્ષરનાદ ઉપર લઉં છું.” બસ ત્યારથી અત્યાર સુધીમાં ૮ ભાગમાં ૧૧૦ માઇક્રોફિક્શન.. અનેકોએ માણી.. આ સમય ગાળામાં વાર્તાના આ પ્રકારને અનેકાનેક અદ્દભૂત લેખકો મળ્યા.. અક્ષરનાદ તરફથી યોજાયેલ માઇક્રોફિક્શન વાર્તા સ્પર્ધાનો જજ બનીને જ્યારે સ્પર્ધકોની વાર્તા વાંચતો ગયો ત્યારે મનમાં થયું કે શું તાકાત છે આ માઇક્રોફિક્શનના જગતની.. ત્યારબાદ તો કેટલાય નવા અને પ્રસ્થાપિત બધા લેખકોએ આ વાર્તા પ્રકારમાં પોત પોતાનો હાથ અજમાવ્યો. Read More »મહાકાય માઇક્રોફિક્શન.. – ડૉ. હાર્દિક યાજ્ઞિક

આજથી એક વર્ષ પહેલા એક ગામડાના ચોરે બે ડબ્બા મૂકવામાં આવ્યા હતા

ફાળો.. – ડૉ. હાર્દિક યાજ્ઞિક આજથી એક વર્ષ પહેલા એક ગામડાના ચોરે બે ડબ્બા મૂકવામાં આવ્યા હતા. એક પર લખ્યુ હતું, “ગામની શાળાનું સમારકામ કરી… Read More »આજથી એક વર્ષ પહેલા એક ગામડાના ચોરે બે ડબ્બા મૂકવામાં આવ્યા હતા

પતિના મરણપ્રસંગે જમવાનુ તો ક્યાંથી હોય પણ કોઈએ પાણી સુદ્ધાં પૂછ્યુંં નહીં..

હાશ.. – ડૉ. હાર્દિક યાજ્ઞિક ભાભીએ એના હાથ પકડીને જોરથી બંગડીઓ પછાડી. થોડા કાચના ટુકડા એને વાગ્યા. એને રડાવવી જોઈએ એમ માનનારાઓએ કંઇ જ કસર… Read More »પતિના મરણપ્રસંગે જમવાનુ તો ક્યાંથી હોય પણ કોઈએ પાણી સુદ્ધાં પૂછ્યુંં નહીં..

કોઠારી સ્વામીનો ફોન હતો. મંદિરે અન્નકુટની ભેટ મૂકી આવ્યો?

અન્નકુટ – ડૉ. હાર્દિક યાજ્ઞિક સરકારી દવાખાનાનાં જનરલ વોર્ડમાં પડેલ ૧૦ પથારીઓ પાસે જઇને દરેકના ઓશીકા પાસે રૂ. ૧૦૦૦નું કવર મૂકીને કંઇજ બોલ્યા વગર તે… Read More »કોઠારી સ્વામીનો ફોન હતો. મંદિરે અન્નકુટની ભેટ મૂકી આવ્યો?