વાંચનના વિવિધ પાસા! – ડૉ. નિલય પંડ્યા

વાર્તા વાંચવા બેસીએ ત્યારે સૌથી પહેલા તો વાચકની માનસિક સ્થિતિ સૌથી અગત્યની છે. વાંચન એ સંપૂર્ણપણે એક માનસિક ખેલ જ તો છે કારણ કે વાંચન દરમિયાનની પરિસ્થિતિ વિચારો તો સમગ્ર પરિસ્થિતિ કે પ્રક્રિયામાં એક પુસ્તક છે, જે નિર્જીવ છે અને એક વાચકનું શરીર છે જે લગભગ નહિવત હિલચાલ સાથે માત્ર એક માધ્યમ તરીકે વર્તે છે. તો આખી વાંચનની પ્રક્રિયામાં માત્ર એક મન જ છે જે જીવંત છે!

પીયૂષ જોટાનિયાની માઇક્રોફિક્શનનું વિશ્લેષણ – ડો. નિલય પંડ્યા

વર્ણન અને વાર્તાનો પ્રવાહ સામાન્ય જ છે એમાં કંઈ નવીનતા નથી. છતાં આ વાર્તાનું કન્ટેન્ટ અને વિષયનું નાવીન્ય એને અમુક ઊંચાઈઓ સુધી લઈ જાય છે.

માઇક્રોફિક્શનમાં અધ્યાહાર વિશે.. – ડૉ. નિલય પંડ્યા

અધ્યાહાર – શું છે આ અધ્યાહાર? કેટલાંક લોકો માને છે કે અધ્યાહાર એટલે અડધો આહાર! વાચકને અડધો જ આહાર આપવાનો! પણ શું ખરેખર આને જ અધ્યાહાર કહેવાય? વિવિધ લેખકો અને તજજ્ઞો પોતપોતાની રીતે આનો અર્થ કાઢતાં હશે. જો કે હું કોઈ તજજ્ઞ નથી કે અહીં સંપૂર્ણપણે સાચો જ હોવાનો મારો કોઈ દાવો પણ નથી. પણ વાર્તાઓમાં જોવા મળતાં અધ્યાહાર વિશે મારી પોતાની જે કંઈ પણ સમજ છે એ અહીં વિગતે રજૂ કરવા માંગુ છું.

અધ્યાહાર, કે જેને અંગ્રેજીમાં ઇલીપ્સીસ (ellipsis) કહેવામાં આવે છે એ કોઈ પણ વાર્તાનું એક મહત્વનું અંગ છે. ખાસ કરીને વાર્તા જેટલી ટૂંકી એટલું અધ્યાહારનું મહત્વ વધારે. આ કારણે જ ટૂંકી વાર્તાઓ, લઘુકથાઓ, માઇક્રોફિક્શન જેવાં વાર્તાપ્રકારોમાં અધ્યાહારનું મહત્વ અનેકગણું વધી જાય છે.

મોહિતને નર્સ ખસેડે એ પહેલા તો મોડું થઈ ચૂક્યું હતું!

પ્રારબ્ધ – ડૉ. નિલય પંડ્યા   “અરે અરે ભાઈ… શું કરો છો? આ તમારો પગ…” ચીસો પાડતી, પાછળથી ધસી આવેલી નર્સે મોહિતને એક જ ધક્કામાં હડસેલી દીધો.   છેલ્લા છ દિવસથી Continue Reading

Posted On :

સાવ ઉજ્જડ, ખંડેર જેવી જગ્યા અને ઉપરથી ચારેકોર ગાઢ અંધારું.

હૅપ્પી બર્થડૅ માઈકલ! – ડૉ. નિલય પંડ્યા   મેં કેક ઉપર લખ્યું; ‘હૅપ્પી બર્થડૅ માઈકલ’, દુકાન બંધ કરી અને આપેલ સરનામે કેક પહોંચાડવા ચાલી નીકળ્યો.બરાબર રાતનાં બારને ટકોરે તો હું Continue Reading

Posted On :

પૅથોલૉજી વિભાગમાંથી લોહીનાં સત્તર સૅમ્પલ ગાયબ થયા હતા

તરસ – ડૉ. નિલય પંડ્યા સરકારી હૉસ્પિટલમાં ખળભળાટ મચી ગયો હતો. આજે રાત્રે ફરી પૅથોલૉજી વિભાગમાંથી લોહીનાં સત્તર સૅમ્પલ ગાયબ થયા હતા. આજે સતત ત્રીજો દિવસ હતો કે જ્યારે તપાસ Continue Reading

Posted On :