સર્જનની પહેલી શોર્ટફિલ્મ વખતની સરસ મજાની યાદો.. ત્રણ શોર્ટફિલ્મોના શૂટિંગ વખતના ફોટા અને અમે એ બહાને કરેલા આનંદની સાબિતી..
સર્જક મુજબ જીજ્ઞેશ અધ્યારૂ
માઈક્રોફિક્શનને એક ટુચકો, એક જોક ગણતા, એ રીતે લખતા અનેક લોકો વિશે શું કહેવું? મને નથી લાગતું કે મારે કે હાર્દિકભાઈએ કે નીલમદીદીએ કે સર્જનમાંથી કોઈએ પણ હવે સર્જન સિવાય માઈક્રોફિક્શન લખતા લોકો વિશે કંઈ પણ બોલવું જોઈએ.. સાહિત્યના કયા સ્વરૂપ વિશે આવું નથી? માઈક્રોફિક્શનને શબ્દોની ચાલાકી ગણતા કે 'હું માઈક્રોફિક્શનને સાહિત્યનુ સ્વરૂપ ગણતો / ગણતી નથી' કહેનારા મિત્રોને - વડીલોને પણ અમારે કંઈ કહેવું જોઈએ નહીં, કારણકે સાહિત્યના કયા સ્વરૂપ વિશે આવું બોલાયું નથી? દલીલો કોઈ હેતુ સારવાની નથી કારણકે બધા પોતપોતાના વિચારોની લાકડી લઈને જ આવે છે, અને એ લાકડીઓ વીંઝાય એટલે કોઈક તો ઘાયલ થાય જ.. ગાંધીજીની જેમ પોતાની લાકડીનો ઉપયોગ કરનારા મહાનુભાવો પણ છે, પણ આ એમની વાત નથી. પોતાના વિચારોની સ્પષ્ટતા અને મંતવ્યની સજ્જતા સાથે જે ચર્ચા કરવા આવે એનું એક વિદ્યાર્થી બનીને કાયમ સ્વાગત કર્યું છે અને કરીશું જ. પણ સાહિત્યનો અંતિમ હેતુ કોઈકના મનને શાતા આપવાનો હોય, કોઈકના જીવનમાં હકારાત્મકતાનો ઉજાસ ફેલાવવનઓ હોય, કોઈના મનને લોહીલુહાણ કરવાનો કદાપિ ન હોય.
એ પંદર વરસની છોકરી છે, પણ એનો દેખાબ તેર વર્ષ જેવો, મુંબઈની એક ગંદી સાંકડી ચાલીમાં એની મા સાથે રહે છે. એને ચાલીની સ્ત્રીઓની જેમ બીજી કુથલીઓમાં જરાય રસ નથી, આખો દિવસ ચાલીની પોતાનાથી નાની મિત્ર છોકરીઓ સાથે અર્થહીન રમતો રમ્યા કરે. એ ખૂબસૂરત નથી, એનો રંગ ગાઢો ઘઉંવર્ણો અને એમાં મુંબઈના વાતાવરણને લીધે કાયમ ચહેરાને ચીકાશ વળગી રહે છે. એના હોઠ ચીકુની છાલ જેવા પાતળા છે, અને ઉપરના હોઠ ઉપર હંમેશા પરસેવાના ત્રણ ચાર ટીપાં ઝબક્યા કરે. જો કે એનું શરીર સુડોળ અને ભરાવદાર છે, ગરીબી એની પાસેથી શરીરની સમૃદ્ધિ છીનવી શકી નથી. ઉલટું જાણે જવાનીએ ખૂબ શિસ્તબદ્ધ હુમલો કર્યો હોય એમ એની ઓછી ઉંચાઈ છતાં એ સતત તંદુરસ્ત અને ભરાવદાર થઈ રહી છે. ચાલીની પાસેની સડક પર ચાલતા ક્યારેક એનો મેલો ઘાઘરો ઉંચો થઈ જાય તો એના પગની સાગની ચમક ધરાવતી પીંડીઓ પર કંઈક આંખો ચોંટી જાય એવી એ આકર્ષક. એની પીંડીઓ પર એકેય વાળ નથી, પણ ચામડીના નાના નાના છિદ્રો સંતરાની છાલની યાદ અપાવે એવા કાયમ તરોતાજા.. એના વાળ ગુચ્છેદાર, લાંબા અને રાત્રે કોઈએ કાળી શાહી ઢોળી હોય એવા અંધારભર્યા, એને ચોટલો રમતી વખતે ચાબુકની જેમ પીઠ પર કાયમ વાગે. જિંદગીમાં એને કોઈ ફિકર નથી, બે વાર જમવાનું સમયસર મળી રહે છે, એની માં ઘરનું મોટાભાગનું બધું કામ કરે છે, અને એ પોતાની રમતો રમ્યા કરતી ખુશ રહે.
‘પારલે જી’- જીજ્ઞેશ અધ્યારૂ, આરતી આંત્રોલીયા ‘પાંસના પાલ્લે દેજે..’ મજૂરોની ફોજમાં એ અલગ પડતી, હાઈવેચોકડી પાસે એક તરફ માધાનો ચાનો ગલ્લો, સાથે બિસ્કિટ, ચવાણું ને ખારીના પેકેટ, સામેની તરફ મજૂરો પોતપોતાને કામે ચડવા છકડાની રાહ જોતા. એ ઓછું બોલતી. માધાના ગલ્લાની બરાબર સામે સ્લીપર કાઢીને બેસતી. માધો રોજ એને નિરખીને જોયા […]
વિચાર – જીજ્ઞેશ અધ્યારૂ “વિચારને પણ એક આયુષ્ય હોય છે, તું એને માન નહીં આપે તો એ બીજે ક્યાંક અવતરશે…” ગુરુ અવનીશ શિષ્યોને કહી રહ્યા. શિખાએ વિચાર્યું, હવે દીક્ષા લઈ જ લેવી જોઈએ, શંકાનો કોઈ છેડો નથી… મનને વિચાર્યું, આજે શિખાને પૂછી જ લઉં, એ કહે તો આ કંઠીથી છૂટકારો […]
હમસફર – જીજ્ઞેશ અધ્યારૂ ‘ધ લાસ્ટ માઈલસ્ટોન’માંથી ફોન આવ્યો,”વી આર પ્લીઝ્ડ ટુ….” બારીના પડદામાંથી ચળાઈને આવતી ચાંદનીના આછા ઉજાસમાં એક મરોડદાર દેહલતા કિંગબેડ પર ઢળી રહી. દરવાજે ઉભેલું શરીર જાણે સુન્ન થઈ ગયું, અચાનક એમાં ઝણઝણાટી ફેલાઈ, ધીમા પગલાં થયા. પેલા શરીરનું એકમાત્ર આવરણ હવાએ સેરવી નાખ્યું. સુંદરતા સહેજ ખસી. […]
આપણી વાંચવાની ટેવ, સર્જનના પ્રકારો અને સાહિત્ય - એ બધુંય એકસાથે ટેકનોલોજીના પ્રભાવ હેઠળ સતત બદલાઈ રહ્યું છે, આપણને જાણ હોય કે ન હોય પણ છેલ્લા પંદર વર્ષમાં ઈ-પુસ્તકો, વેબસાઈટ્સ, મોબાઇલ એપ્લિકેશન્સ અને સોશિયલ મીડિયાએ આપણી વાંચનની ટેવમાં ધરમૂળથી પરિવર્તન કર્યું છે, અને એને લીધે લેખનની પ્રક્રિયા પણ ચોક્કસ બદલાવાની જ, સાહિત્યપ્રકારો અને સાહિત્ય સર્જનના માળખામાં પરિવર્તન અવશ્યંભાવી છે.. સર્જનના બદલાવની આ પ્રક્રિયામાં અત્યંત ઝડપથી ફેલાઈ રહેલો વાર્તા પ્રકાર છે ફ્લેશ ફિક્શન કે માઈક્રોફિક્શન.
કેટલો સમય બેભાન હતી એ પણ ખબર ન રહી, અસ્તવ્યસ્ત કપડા સમેટીને, રગદોળાયેલા શરીરે એણે ઉભા થવાનો પ્રયત્ન કર્યો, પણ પગ ભાંંગી ગયેલો, હાથ લોહીલુહાણ. ઘસડાતા શરીરે આશામાં આસપાસ જોયું, પણ નિષ્ફળતા. છતાંય અસહ્ય દુ:ખાવાને પચાવી લીધો હોય એમ આંસુનું ટીપુંય ન પડવા દીધું. એ રડતી ત્યારે પપ્પા કહેતા, "અમી તો સ્ટ્રોંગગર્લ છે.."
સફર – જીજ્ઞેશ અધ્યારૂ “ભલે તેં બનાવ્યું, પણ તારું આ ટાઈમ મશીન ભયાનક વસ્તુ છે, ભવિષ્ય જાણવું મનુષ્ય માટે અભિશ્રાપ છે.” “ભૂતકાળમાં જઈને મેં ભૂલ સુધારી લીધી છે, હવે જોવું છે કે ભવિષ્યમાં એ મળશે કે..” “તકલીફ એ જ છે કે તું વર્તમાનમાં જીવી જ નથી શક્તો, પ્રયત્ન, ધીરજ અને […]
મનભેદ – જીજ્ઞેશ અધ્યારૂ ‘મૂશળધાર વરસાદે એ ગાડરિયો આનંદમગ્ન થઈ પોતાના ઘેટાં બકરાંની સામે જોઈને ગીત ગાવા લાગ્યો, ગાડર જાણે તેનું ગીત સમજતા હોય તેમ તેની તરફ દોડ્યા અને પોતાના નવજાત પુત્રને પિતા વ્હાલ કરે એમ એ ગાડરિયો પોતાના બકરાંને વ્હાલ કરવા લાગ્યો.’ રસ્તાની નીચે નદીના પાણીને પસાર થવા બનાવાયેલ […]
છોકરું – જીજ્ઞેશ અધ્યારૂ ઘરની અંદર મીરાં બરાડા પાડી રહી અને ઘરના જાણે બહેરા હોય તેમ પોતપોતાનું કામ કર્યે જતાં હતાં. “આ શું માંડ્યું છે? મારી છોકરીને કેટલી હેરાન કરશો? હરા.. તમને કેટલી વખત કહ્યું કે છોકરો કે છોકરી એ મારા હાથની વાત નથી” પછી મનોજ તરફ ફરીને બરાડી, “નીંભરની […]
મુખી – જીજ્ઞેશ અધ્યારૂ ચોરો સ્તબ્ધ.. વેઠીયા રામજીના છોકરા સાથે ગોરની દિકરી ભાગી, શહેરમાં બંનેએ લગ્ન કર્યા, ગામમાં હાહાકાર.. ગોરે પંચ બોલાવ્યું, મણિયાના મા-બાપ કાના અને રેખલીને રજૂ કરાયા.. ગામ બહાર મૂકાયા, દા’ડી – દાણાપાણી બંધ, છતાં રેખલી હિંમત ન હારી.. “પંસ, વે’વાર ન રાખો તો ર્યો તમાર ઘેર, ખાહડે […]