સર્જક મુજબ ગોપાલ ખેતાણી
માઇક્રોફિક્શનનો અંત જ તેને લઘુકથાથી અલગ પાડે છે, પણ ઘણાં ખરા લેખકો અંતને ચોટદાર કે રહસ્યમય બનાવવાના પ્રયાસમાં પરાણે વાર્તાને અંતે અસહજ ચમત્કૃતી આપે છે.
“ગાગરમાં સાગર કેમ ભરવો?” આ સવાલનો જવાબ હું સર્જન ગૃપ થકી શીખ્યો છું. ૨૦૧૩માં અક્ષરનાદ વેબસાઈટ થકી જીજ્ઞેશભાઈના સંપર્કમાં આવ્યો. અક્ષરનાદ પર ગુજરાતી સાહિત્યનો રસથાળ માણતાં માણતાં માઇક્રોફિક્શન નામની વાનગી ચાખી. માઇક્રોફિક્શન ગમવા લાગી. અને તે કારણસર જ અક્ષરનાદ આયોજિત પહેલી માઇક્રોફિક્શન સ્પર્ધામાં ભાગ લીધો. માઇક્રોફિક્શન લખવાની મજા આવતી ગઈ. જીજ્ઞેશભાઈએ માઇક્રોફિક્શનમાં રસ ધરાવતાં મિત્રોનું એક ગૃપ શરુ કર્યું. હું પણ હોંશે હોંશે આ ગૃપમાં જોડાયો. છ શબ્દોની વાર્તાથી લઈને થીમ અને પ્રોમ્પ્ટ અનુસાર વાર્તાઓ લખવાનું શરુ કર્યું. આ ગૃપમાં મારા જેવા નવોદિત સીવાય ગદ્ય-પદ્ય જગતના દિગ્ગજ પણ સામેલ હતાં.
ખોખલું – ગોપાલ ખેતાણી “જો ભઈ, સૂરતમાં એમ્બ્રોઈડરીનું કામ જામી ગયું છે. મારે આમેય કોઈને મેનેજર તરીકે રાખવો પડશે. તું આવતો હોય તો મારા માટે ઉત્તમ.” રોનકનો ફોન મુકાયોને વિનયે સ્વાતિ સામે જોયું. “કચ્છી બાંધણીઓથી કેટલું કમાઈશું? આમ પણ બે છોકરાઓ મોટા થાય છે. સુરત જવામાં વાંધો નહીં.” સ્વાતિએ વિનયના […]
ભ્રમ – ગોપાલ ખેતાણી “તું અને જીમ? કોના માટે” “અજયને તો તું…” “ઓહ માય ગોડ…યુ ક્રેઝી!” “હા યાર…એ છે જ એવો… પુશ અપ્સ કરે ત્યારે એના બાવડાં પાસે બાહુબલી પાણી ભરે, એની ચેસ્ટ જોઈને તો મને એવું લાગે કે હું તેને બાઈટ્સ આપી દઉં. હેર બેન્ડ ખોલી એની લટોને ઝાટકો […]
મુજ વીતી તુજ વિતશે – ગોપાલ ખેતાણી “પતિ દેવેનકુમાર, સાસુ લલિતા પવાર અને હું નિરુપા રોય.” રમાએ વિચાર્યું. સાસુની ગર્જના સંભળાઈ, “માથે સૂરજ ચડી ગયો તોયે રાણીને ખાટલા તોડવા છે.” ગમ ખાઈને કામે ચડી. * દસ વર્ષ બાદ… “દીકરો દેવેનકુમાર, વહુ બિંદુ અને હું નિરુપા રોય..” જયાએ ખાટલાંમાં વિચારતા વહુને […]