આ શ્રેણી સર્જન મિત્રોની માઇક્રોફિક્શનને ખોલી સર્જનના જ અન્ય મિત્રો દ્વારા એનો આસ્વાદ અથવા વિવેચન કરાવવાની અમે કરેલી મથામણનું પરિણામ છે. માઇક્રોફિક્શનમાં ઘણું એવું હોય છે જે વાચકે પોતે વિચારવાનું કે વિસ્તારવાનું રહે છે, એનો પ્રાયોગિક પ્રયત્ન સર્જક જ વાચક બની કરી બતાવે એ હેતુથી આ ટાસ્ક કરેલો અને એના પરિણામે ઘણાં સુંદર વિવેચન અથવા રસાસ્વાદ મળ્યા એ સર્વે વાચકમિત્રો સાથે વહેંચી રહ્યાં છીએ. એ અંતર્ગત પ્રસ્તુત છે અંકુર બેંકરની માઇક્રોફિક્શન 'જાળું' નો મયુરિકા લેઉવા બેંકરની કલમે આસ્વાદ.
સર્જક મુજબ અંકુર બેંકર
5 posts
“મેરા મુલ્ક મેરા દેશ મેરા યે વતન... શાંતિ કા ઉન્નતિ કા પ્યાર કા ચમન.....” રીંગ વાગતા ભારતમાતાની છબી આગળ મૂકાયેલો ફોન, કરચલીવાળા પણ ધ્રૂજારી વગરના મક્ક્મ હાથે ઊંચકાયો. ”હલ્લો” ”રમણીક સાહેબ?” ”હા બોલુ છું. તમે?” “સાહેબ રફીક બોલું છું.”
ન્યાય – અંકુર બેંકર સફેદ દીવાલોની વચ્ચે, સફેદ છત અને સફેદ પંખા નીચે, સફેદ પલંગની સફેદ ચાદર પર સૂતેલા અને સફેદ પડી ગયેલા લગભગ નિશ્ચેતન શરીરની ઊંડી ઊતરી ગયેલી સફેદ આંખો આજે ફરીથી ટીવી પર પોતાને જોઈ લાલ થઈને પછી ભીની થઈ ગઈ. નર્સે હૂંફાળો હાથ રૂપાના કપાળ પર ફેરવી એના […]