આ ઉંમરે? ના… ન જ હોય.! અને જો આ સાડત્રીસની ઉંમર હોય તોય…

ગડમથલ – પૂર્વી બાબરીયા પ્રિયા આજે થોડી બેચેન હતી. ચકકર જેવુ કેમ લાગે છે? દિવસો જતા હતા મહિના પર… ‘આ ઉંમરે? ના… ન જ હોય.! અને જો આ સાડત્રીસની ઉંમર હોય તોય ત્રણ ત્રણ! કેવું લાગે? બે બાળકો ટીનએજમાં, ઉપરથી...

હાથ ઉપાડતા પહેલા વિચારી લેજે.. રાજી આ વખતે ઉધાર નહીં રાખે

સબળા – જલ્પા જૈન ‘એક અંગુઠા વગર ચારેય આંગળી નકામી… બેન.’ ‘બસ મારી મચેડીને, મન ફાવે એવુ સમજાવી દીધુ છે સ્ત્રીઓને! ચાર આંગળી નારી અને પુરુષોની અંગુઠા સાથે સરખામણી…’ ‘ચાલ છોડ, પણ હવે મારે તો, આ શીખવ્યું છે એમ ફટકારી...

“ઠક.. ઠક..ઠક..” વિન્ડો પર હાથનાં પંજાનો થપથપાટ

રીઅર વ્યુ – ધર્મેશ ગાંધી “ચીંઈ..ઈ..ઈ…” ઓડી આર-8 ની પુરપાટ ઝડપ અચાનક થંભી. તોફાની સાંજ, વરસાદી વાતાવરણ.. ચક્રવાત ચારે તરફ..! મિસ વર્લ્ડ જેવું લાવણ્ય ધરાવતી એક ચીંથરેહાલ યુવતી રસ્તા વચ્ચે દોડી આવી.. અને મલ્હારની ગાડી અટકી. “ઠક.. ઠક..ઠક..” વિન્ડો પર...

મા’રાજ તમને ભવિષ્ય ભાખતા આવડતું હોય તો….

ફળિયું – દિવ્યેશ સોડવડીયા “અલખ નિરંજન…” સાધુ મહાત્માએ ફળિયું પસાર કરી ઓસરી પાસે આવતા કહ્યું. “મા’રાજ… દાણા લેશો?” એક પગને ગોઠણથી ઉભો રાખી ઘઉં સાફ કરતી સમજુ ડોસીએ પૂછ્યું. “હા.” સાંભળતા ડોસીએ સુપડામાં ઘઉં લઇ ઓસરીમાંથી થાંભલી પાસે આવતા કહ્યું:...

‘આટલો બધો હેવી મેક અપ? શું ગરજ છે તને આ ધતીંગની?

ઉઝરડા – સંજયગુંદલાવકર ‘આ પેડેડ બ્રા ને આટલો બધો હેવી મેક અપ? શું ગરજ છે તને આ ધતીંગની?’ ‘મમ્મી પ્લીઝ, પકાવ નહીં, ઑલરેડી આઈ એમ લેટ’ ને એ ઉંબરો ઓળંગી ગઈ. ‘હે ભગવાન, શું થશે આનું?’ * * * ‘મમ્મી..’...

કેટલુંય બબડતા આજે જીવનભરનો ગુસ્સો ઉતારતા હોય તેમ…

જમનામા.. – નીલમ દોશી “જો ચિંતા નહીં કરવાની… હમણાં તારા બચુલિયા આવી જશે હોં… મોટા થયા તો બહાર તો જાય કે નહીં? કંઇ તારા ખોળામાં જ થોડા જિંદગી આખી પડ્યા રહે..? એને પણ બહારની દુનિયા જોવી હોય કે નહીં?” જમનામા...

ઠીક છે રાજુલા, રાત્રે મારી ઘરે આવીને ફાઇલ લઈ જા.

કામ દામ દંડ ભેદ – સંજય ગુંદલાવકર “મારા પપ્પાના પેન્શનની ફાઇલ પાસ કરાવી આપો.” “ઠીક છે રાજુલા, રાત્રે મારી ઘરે આવીને ફાઇલ લઈ જા.” * * * “રાજી… ફાઇલ જોઈતી હોય તો પાસે આવ.” “ફાઇલ તો બતાવો.” “આ રહી” “નામ...

આલને ‘લી… આ સેલ્લી વાર, પસે નૈ માગું…

રૂપિયા – મીનાક્ષી વખારિયા “એય….. હાળા હહરીના…. જા હાલતો થા હાલતો!” “આલને ‘લી… આ સેલ્લી વાર, પસે નૈ માગું…” “કૈ’દીધુંને એકવાર, નૈ આલું….” “નૈ ચ્યમની આલે?” “નૈ આલુ…. જા, તારાથી થાય ઈ કરી લે.” બોલતાં બોલતાં રાજીએ ઓઢણાના છેડે મારેલી...

પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાત્રી છે? નહીં મળે તો શું કરીશ?

સફર – જીજ્ઞેશ અધ્યારૂ “ભલે તેં બનાવ્યું, પણ તારું આ ટાઈમ મશીન ભયાનક વસ્તુ છે, ભવિષ્ય જાણવું મનુષ્ય માટે અભિશ્રાપ છે.” “ભૂતકાળમાં જઈને મેં ભૂલ સુધારી લીધી છે, હવે જોવું છે કે ભવિષ્યમાં એ મળશે કે..” “તકલીફ એ જ છે...

થોડી વાર પહેલા જોયેલું ભવિષ્ય તેને હચમચાવી ગયું.

દ્રષ્ટા – સોનિયા ઠક્કર ઈન્દ્રપ્રસ્થનો અંધકાર વધુ ને વધુ ઘેરો થઈ રહ્યો હતો. થોડી વાર પહેલા જોયેલું ભવિષ્ય તેને હચમચાવી ગયું. કદાચ કંઈક ભૂલ થતી હોય એમ સમજી તે ફરી એ જ ઘટના જોવા મથી રહ્યો. દર્પણનું પ્રતિબિંબ તેને કહી...

એવી તે શું વાત થઇ તારી ને પૂજા વચ્ચે?

સ્વીકાર – જલ્પા જૈન વાત ભવિષ્યની છે પપ્પા! ‘પૂજા… પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાત્રી છે દીકરી?’ ‘ભલે ન મળે, પણ હું જો કોઈને વરીશ, તો સત્ય છુપાવ્યા વગર જ.’ * * * ‘શું થયું બેટા...

શ્રાવણ પૂરો થવામાં હતો. તેના ધણમાં ફક્ત બે મુડદાલ બકરાં જ બચ્યા હતાં….

મનભેદ – જીજ્ઞેશ અધ્યારૂ ‘મૂશળધાર વરસાદે એ ગાડરિયો આનંદમગ્ન થઈ પોતાના ઘેટાં બકરાંની સામે જોઈને ગીત ગાવા લાગ્યો, ગાડર જાણે તેનું ગીત સમજતા હોય તેમ તેની તરફ દોડ્યા અને પોતાના નવજાત પુત્રને પિતા વ્હાલ કરે એમ એ ગાડરિયો પોતાના બકરાંને...

આજથી એક વર્ષ પહેલા એક ગામડાના ચોરે બે ડબ્બા મૂકવામાં આવ્યા હતા

ફાળો.. – ડૉ. હાર્દિક યાજ્ઞિક આજથી એક વર્ષ પહેલા એક ગામડાના ચોરે બે ડબ્બા મૂકવામાં આવ્યા હતા. એક પર લખ્યુ હતું, “ગામની શાળાનું સમારકામ કરી તેમા વિદ્યાર્થીઓ માટે નવા પુસ્તકો લાવવાનો ફાળો..” બીજા પર લખ્યુ હતું, “ગરબડદાસ બાપુની સમાધી પર...

પતિના મરણપ્રસંગે જમવાનુ તો ક્યાંથી હોય પણ કોઈએ પાણી સુદ્ધાં પૂછ્યુંં નહીં..

હાશ.. – ડૉ. હાર્દિક યાજ્ઞિક ભાભીએ એના હાથ પકડીને જોરથી બંગડીઓ પછાડી. થોડા કાચના ટુકડા એને વાગ્યા. એને રડાવવી જોઈએ એમ માનનારાઓએ કંઇ જ કસર ન રાખી. પતિના મરણપ્રસંગે જમવાનુ તો ક્યાંથી હોય પણ કોઈએ પાણી સુદ્ધાં પૂછ્યુંં નહીં. સવારથી...