માઇક્રોફિક્શનમાં અંત બાબતે નિર્દેશ ન હોય તો એ લેખકની ત્રુટી ગણાય. લેખકે સુસજ્જ રહેવું ઘટે કે જેથી વાચક અંત સુધી પહોંચીને અટવાઈ ન જાય! એ વિશે વિગતે વાત કરીએ.
માઇક્રોફિક્શન પ્રકાર મુજબ વિશ્લેષણ
હાલમાં સાહિત્ય સાથે થોડી પણ નિસ્બત ધરાવતા કોઈ વ્યક્તિને વાંચન વિશે પૂછીએ તો એમ જ કહેશે કે અત્યારની દોડધામભરી જિંદગીમાં લોકો પાસે વાંચવાનો સમય જ ક્યાં છે? પણ એવું નથી અગાઉ અખબારો, સામયિકો અને પુસ્તકો સુધી સિમિત રહેલા વાંચનની ક્ષિતિજો ઇન્ટરનેટના માધ્યમ થકી કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ ફોનની સ્ક્રીન સુધી વિસ્તરી […]
સર્જન ગૃપ દ્વારા માઇક્રોફિક્શન વાર્તાલેખનની સાથે સાથે સમયાંતરે આ વાર્તાઓના મૂળ જ્યાં દટાયેલા છે એવી ઝેનકથાઓ લઈને સર્જનસભ્યો દ્વારા પિષ્ટપેષણ કરવાનો અને એ રીતે આ વાર્તાઓની નજીક પહોંચવાનો, તેમાં ઊંડાં ઉતરવાનો અને આ વાર્તાઓમાં છુપાયેલી વિવિધ અર્થછાયાઓ સમજવાનો સ્તુત્ય પ્રયાસ કરવાનો ઉપક્રમ યોજવામાં આવે છે.
વર્ણન અને વાર્તાનો પ્રવાહ સામાન્ય જ છે એમાં કંઈ નવીનતા નથી. છતાં આ વાર્તાનું કન્ટેન્ટ અને વિષયનું નાવીન્ય એને અમુક ઊંચાઈઓ સુધી લઈ જાય છે.