મેરી(!) ક્રિસમસ – પાર્મી દેસાઈ માધવે ઘરમાં પગ મૂક્યો અને એની પત્ની બરાડી, “તને કી’ધું નહોતું… આજે ઘરમાં એક ફૂટી કોડીય નથી, ભૂખથી રડતા છોકરાં તારી રાહ જોતા જોતા સૂઈ ગયા…” “…મને યાદ તો હતું, પણ શેઠે આવવા ન દીધો.. ઉપરથી એવુંય કી’ધું કે હજી પાંચ દિવસ આટલું જ […]
માઇક્રોફિક્શન પ્રકાર મુજબ માઇક્રોફિક્શન
હેપ્પી બર્થ ડે – સુષમા શેઠ દસ સળગતી મીણબત્તીઓ પર ફૂંકને બદલે થૂંક વધુ ઊડી. હાથ પકડીને વિકલાંગ દીકરાને મમ્મી-ડેડીએ કેક કપાવડાવી. “આજે માલો હેપ્પી બડે છે. હું બવ હેપી છું પન માલા બર્થથી તમે નોટ હેપી હને મમ્મી-ડેડી?” ગૂઢ અર્થસભર છ આંખો મળી. અસંતુલિત હાથને પરાણે સ્થિર કરી વિસ્ફારિત […]
હું આવીશ – સંકેત વર્મા “હું આવીશ!” તરસીને ચૂર થઈ ગયેલી ધરતીના કાનમાં એના શબ્દો ગુંજવા લાગ્યા. બૅડરૂમની સોનેરી ચાદર પર પડેલી સળો જોઈને એની અંદર ઊઠેલી તપિશ તેજ થઈ ગઈ. આકાશમાં ઘેરાયેલું કાળું વાદળ જરા દૂર હતું. ઠંડો પવન ફૂંકાયો અને કાન પાછળ વ્યવસ્થિત ખોસેલી લટ એની આંખો પર […]
વાંઝણી – આલોક ચટ્ટ લગ્નજીવનને બાર વરસ થવા છતાં શરીર બેડોળ થવાની તેમજ બાળકનાં ઉછેરની જવાબદારી માથે પડવાની બીક હોવાથી, પતિ અને સાસુની વારંવાર વિનવણી છતાં ગર્ભ ધારણ કરવાનું ટાળતી આજની મોર્ડન વહુ બરખા કીટીપાર્ટીમાં જવા માટે બહાર નીકળતી હતી, ત્યાં પડોશમાં રહેતાં માલતી કાકીએ બરાડીને પૂછ્યું. “બરખા, પેલી […]
હેલ્પ – યામિની પટેલ બચાવો.. બચાવો.. નાનકડા હાથ રોજની જેમ બારણું ઠોકી રહ્યા હતા. બારણું ખુલ્લું જ હતું. એણે ધીરેથી બારણું ખોલ્યું અને સૂરજના પ્રકાશથી એની આંખો અંજાઈ ગઈ. રાત્રે કદાચ… ના.. ના.. અંકલ આવશે. દારૂની વાસ.. આંખો ખેંચતી એ ટેરેસ પર આવી. બીજું એકમાત્ર બારણું બંધ હતું. એણે નીચે […]
એવોર્ડ વિજેતા – મણિલાલ વણકર “રમેશભાઇ, ઘેર છો ને?” “હા કોણ? આવો.” બિપિનભાઈ ટપાલી ઘરની અંદર આવ્યો, એક કવર આપ્યું અને રજિસ્ટરમાં સહી લીધી. ટપાલીના ગયા પછી તેમણે કવર ખોલ્યું. રાષ્ટ્રપતિ ભવન તરફથી હતું. તેમણે વાંચવાનું શરૂ કર્યુ. વાંચતાં વાંચતાં વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું! […]
સિંદૂર – વિભાવન મહેતા ચહેરા પર મારકણા સ્મિત સાથે સરલા વૈભવી ગાડીમાંથી ઉતરી. પાડોશમાં જીવીબાએ માર્મિક સ્મિત સાથે સામે ઓટલે બેઠેલા મંગુડોશી સામે જોયું. સરલાએ ઘરમાં દાખલ થઈ સાડીનું પેકેટ પલંગ પર મુક્યું, અરીસા સામે ઉભા રહી ખભા પર સાડીનો પાલવ સરખો કર્યો અને પછી બાજુમાં ટેબલ પર સનતકુમારની ફોટોફ્રેમ […]
સજા – જીજ્ઞેશ કાનાબાર શ્રીમાન પારકર, એક સજા ભોગવેલ ગુનેગાર પર વિશ્વાસ કરી અને વગર ઓળખાણ આ ઘર ભાડે આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર… આપના પત્ની અને પુત્રના આકસ્મિક મૃત્યુ તથા આપની નાદુરસ્ત તબિયત વિશે જાણી દુ:ખ થયું. એક્લતાની વેદનાનો હું પણ અનુભવ કરી રહ્યો છું, જીવન જાણે એક […]
માસૂમ ફી – ધવલ સોની મંજુ તેના દીકરાને લઈને દવાખાને આવી તો ખરી પણ તેના ચહેરા પર મૂંઝવણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. સરકારી દવાખાનાની સારવારથી કશો ફરક ના પડ્યો એટલે આજે એણે ખાનગી દવાખાનાનું પગથિયું ચડવુ પડ્યું. પણ દવાખાનાના દિદાર જોઈને જ તેના પેટમાં ફાળ પડી. તેના ખાલી હાથ વારંવાર […]
રેઈનકોટ – મયુરિકા લેઉવા-બેંકર “એ ઝમકુ, જલ્દી ચાલ. વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે બહુ છેટે જવાનું છે.” પોતાના ગામથી દૂર ઊંડા જંગલમાં આવેલી બે આદિવાસી બહેનો પૈકી મોટી કાળીએ નાનીને કહ્યું. હજુ અઠવાડિયા પહેલા નિશાળમાંથી આપવામાં આવેલા રેઈનકોટ પહેરી બંને ઉતાવળા પગલે ચાલવા લાગી. “એ કાળી, આ પા જો. આ […]
સમીર – આરતી સોની (રુહાના) દસમાંના બોર્ડનું રિઝલ્ટ હતું. મિતેષ સવારથી ભારે હ્રદયે ઊઠ્યો.. દસ વાગવાની રાહ જોઈ કોમ્પ્યુટર સામે બેસી ગયો.. આજે એના જીવનનો વળાંક નક્કી થવાનો હતો.. એમાંયે સમીર કરતાં વધારે ટકા લાવી વટ મારવાનો હતો. સતિષસર વખાણ કરી થાકતાં નહોતાં.”મારો સમીર બોર્ડમાં નંબર લાવશે! એના જેટલા ટકા કોઈ […]
ફરજંદ – પ્રિયંકા જોષી “વેલકમ, આશા છે આપને અહીં પહોંચવામાં બહુ તકલીફ નહીં પડી હોય.” “જી, આ સ્થળ થોડું અંતરિયાળ છે અને એથી જ વધારે મોહક. મુસાફરીમાં ખરેખર આનંદ આવ્યો. થેન્ક યુ.” બત્રીસ વર્ષની ડૉ.શુભાનું પ્રોફાઈલ એક મેટ્રીમોનિયલ સાઈટ પર જોઈને છત્રીસ વર્ષનાં ડૉ.આનંદ આ મનોરના જંગલમાં આવેલાં એક અનાથાશ્રમ સુધી […]
સમાધાન – શીતલ ગઢવી “શું જુએ છે? ..તું આટલો હલકો થઈ જઈશ.. મારી સમજ બહાર છે. મેં જ તને બનાવ્યો.. તું કંઇક અલગ બની ગયો!” સામે મેં મારી જ જાતને મારી પર ક્રોધ કરતી જોઈ. “હા.. તો.. ક્યાં સુધી સચ્ચાઈ અને અચ્છાઈની પીપુડી વગાડ્યા કરવી.. સારું કર્યા પછી મળે શું? […]
તરસ – ડૉ. નિલય પંડ્યા સરકારી હૉસ્પિટલમાં ખળભળાટ મચી ગયો હતો. આજે રાત્રે ફરી પૅથોલૉજી વિભાગમાંથી લોહીનાં સત્તર સૅમ્પલ ગાયબ થયા હતા. આજે સતત ત્રીજો દિવસ હતો કે જ્યારે તપાસ માટે આવેલાં લોહીનાં સૅમ્પલ સવાર થતાં ગાયબ થયા હતાં. અને કમનસીબી એ હતી કે છેલ્લાં એક મહિનાથી પૅથોલૉજી વિભાગમાં મારી […]
નવાં વર્ષની મિઠાઈ – સંજય થોરાત ‘મઠીયા, ચોરાફળી, ચેવડો… અમારા માટે?’ એકસાથે આટલું બધું જોઈને ટિનિયો અને પિંકી રાજી થઈ ગયા. ‘હા, મોહનથાળ, મગસ, કાજુકતરી અને કોપરાપાક પણ છે.’ ઝળહળતી દીવાળીની મઘમઘતી મિઠાઈ જોઈને આખો પરિવાર રાજીનો રેડ હતો. ‘મમ્મી, કેમ આટલી બધી મિઠાઈ?’ ‘આજે નવું વર્ષ છે!’ ‘પણ… આ […]
કોપી પેસ્ટ – લીના વછરાજાની સરફરાઝના હાથનો ઢોરમાર ખાઇને મુમતાઝના ખોળામાં માથું નાખીને ધ્રૂસકે ધ્રૂસકે રડતી ફરજાનાના મારની વેદના મુમતાઝના ચહેરા પર છલકાઈ આવી. “તારા નિકાહ સરફરાઝ સાથે થયા ત્યારે જ મેં કહેલું કે હું પહેલી બેગમ છું એટલે તને જાણ કરું છું કે તારું ને મારું જીવન કોપી પેસ્ટ […]
ગર્ભ – જાહ્નવી અંતાણી એ મૂર્તિ સામે ધ્યાનમગ્ન હતા. સવિતાબેને ફોન મૂકી બુમો પાડી. “સાંભળ્યું? નયનાનો બીજો નંબર આવ્યો છે… લ્યો, હવે તમે ડોક્ટર નયનાનાં પપ્પા હોં.” દવાખાનાની એ નાનકડી કેબીન તરવરી ઉઠી. “ગર્ભપાત રહેવા દો. શક્ય છે એ તમારા ગર્વનું કારણ બને.” નવનીતભાઈનાં માતાજી સામે જોડાયેલા હાથ વધુ ધ્રુજી […]
હું પણ તને ચાહું છું.. – મીરા જોષી “અનિરૂદ્ધ, નાનપણથી મેં એક કલ્પના કરી હતી, હિમાલયની ભૂમિ પર વસવાની… ત્યાંની પરમ શાંતિને હ્રદયમાં ભરીને પરિતૃપ્ત થવાની અદમ્ય ઝંખના હતી મને… આજે એ ઝંખનાની પૂર્તિનો દિવસ છે, અનિરૂદ્ધ. તારા મૈત્રીઋણથી મુક્તિ આપ મને.” હિમાલયનાં બરફમય શિખરોની પેલી પાર સફેદ ચાદર ઓઢેલી […]
શહીદ – રાજુલ ભાનુશાલી એ મુઠ્ઠીઓ વાળીને દોડ્યો પણ જાજરૂ સુધી પહોંચે એ પહેલા જ એનું પેટ છૂટી ગયું. “સીમમાં જ પડ્યા રે’તા હો તો… જ્યાં આવે બેહી પડવાનું,” પુત્રવધુ તિરસ્કૃત સ્વરે બોલી. યુદ્ધકૈદી તરીકે દર બીજે દિવસે મીઠુંમરચું ભભરાવેલો બામ્બુ ગુદામાં દાખલ કરવામાં આવતો ત્યારે નહોતી થઈ એટલી પીડા એને આ […]
“મૅડમને શું થઈ જાય છે? જ્યારે પણ કોઈ બળાત્કાર કે મોલેસ્ટેશનનો કેસ આવે રણચંડી બની જાય છે. જજની સજા પહેલા એવી-એવી જગ્યાએ થર્ડ ડિગ્રી આપે, આરોપી પોતાની મા, બહેન કે પત્નીને પણ પકડતા થરથરે.” કાનાફૂસી સાંભળી ઈન્સપેકટર સંધ્યાની નજરોમાં સોળ વર્ષની પંખે લટકેલી બહેન તરવરી.
નિસ્વાર્થ પ્રેમ – હાર્દિક પંડ્યા “કેમ, ખોવાયેલી લાગે છે. શું થયું?, સ્વીટહાર્ટ.” ને ઉર્વશી સજાગ થઈ. “ના ડીયર, કાંઈ નહિ બસ એમ જ… તમે હાથ-મોં ધોઈ આવો. હું જમવાનું પીરસું.” જમવાનું પુરું થયું. ઉર્વશી વાસણ સમેટવા લાગી. એટલામાં એનો મૉબાઇલ રણક્યો. મોહિતે ફોન ઉર્વશીને આપ્યો, “કોઈ મનોજનો ફોન છે.” ઉર્વશી […]
હિમ્મત – આરતી આંત્રોલીયા “ખબરદાર, જો મારી દીકરીને હાથ પણ લગાડ્યો છે તો.” તે જોરથી ગરજી ઉઠી. વહુનું આ રણચંડી સ્વરૂપ જોઈ સાસુમા છળી પડ્યાં. સહસા જ બન્નેથી વૃક્ષની ડાળીએ માળામાં ઈંડા સેવતી કાગડી તરફ જોવાઈ ગયું, સવારે જ બારી પાસે જતાં કાગડીએ ઘુરકીને ચાંચ મારી હતી તે યાદ આવ્યું. […]
દવા – દિવ્યેશ વિ. સોડવડીયા “અમારી જિંદગીમાં તમારા વિના શૂન્યાવકાશ છવાઈ ગયો. હંમેશા અમારા અંતરમાં રહેનારને કેમ કરી ભૂલીએ અમે ! પ્રભુ તમારા આત્માને શાંતિ અર્પે એ જ અમારી પ્રાર્થના.” ‘લાડલી વહુને અશ્રુસભર શ્રદ્ધાંજલિ.’ આવા લખાણવાળી છબી સમક્ષ બેસણામાં સૌ મૌન ગોઠવાયા હતા. ..ને નાનકડી દીકરીએ હાથમાં ખાલી શીશી બતાવીને […]
હેર-બેન્ડ – નીવારાજ “સો એક રૂપિયાનું કંઈ નાનુંમોટું આપી દો.” કટલરીની દુકાને પહોંચેલી વીણાએ સૂચના આપી. પ્લાસ્ટીકની માળા, બુટ્ટી અને બ્રેસલેટ લીધા અને સાથે એક મોટા ફૂલવાળી હેરબેન્ડ. નવી નવી રહેવા આવેલી વીણાનાં મોટા ટાવરની નીચેની ખાલી દુકાનમાં એ લોકો રહેતા… હળવું સિલાઈકામ કરતા મુસ્લિમ પરિવાર સાથે “કેમ છો? સારું […]