“મૅડમને શું થઈ જાય છે? જ્યારે પણ કોઈ બળાત્કાર કે મોલેસ્ટેશનનો કેસ આવે રણચંડી બની જાય છે. જજની સજા પહેલા એવી-એવી જગ્યાએ થર્ડ ડિગ્રી આપે, આરોપી પોતાની મા, બહેન કે પત્નીને પણ પકડતા થરથરે.” કાનાફૂસી સાંભળી ઈન્સપેકટર સંધ્યાની નજરોમાં સોળ વર્ષની પંખે લટકેલી બહેન તરવરી.
Gopal Khetani
નિસ્વાર્થ પ્રેમ – હાર્દિક પંડ્યા “કેમ, ખોવાયેલી લાગે છે. શું થયું?, સ્વીટહાર્ટ.” ને ઉર્વશી સજાગ થઈ. “ના ડીયર, કાંઈ નહિ બસ એમ જ… તમે હાથ-મોં ધોઈ આવો. હું જમવાનું પીરસું.” જમવાનું પુરું થયું. ઉર્વશી વાસણ સમેટવા લાગી. એટલામાં એનો મૉબાઇલ રણક્યો. મોહિતે ફોન ઉર્વશીને આપ્યો, “કોઈ મનોજનો ફોન છે.” ઉર્વશી […]
હિમ્મત – આરતી આંત્રોલીયા “ખબરદાર, જો મારી દીકરીને હાથ પણ લગાડ્યો છે તો.” તે જોરથી ગરજી ઉઠી. વહુનું આ રણચંડી સ્વરૂપ જોઈ સાસુમા છળી પડ્યાં. સહસા જ બન્નેથી વૃક્ષની ડાળીએ માળામાં ઈંડા સેવતી કાગડી તરફ જોવાઈ ગયું, સવારે જ બારી પાસે જતાં કાગડીએ ઘુરકીને ચાંચ મારી હતી તે યાદ આવ્યું. […]
દવા – દિવ્યેશ વિ. સોડવડીયા “અમારી જિંદગીમાં તમારા વિના શૂન્યાવકાશ છવાઈ ગયો. હંમેશા અમારા અંતરમાં રહેનારને કેમ કરી ભૂલીએ અમે ! પ્રભુ તમારા આત્માને શાંતિ અર્પે એ જ અમારી પ્રાર્થના.” ‘લાડલી વહુને અશ્રુસભર શ્રદ્ધાંજલિ.’ આવા લખાણવાળી છબી સમક્ષ બેસણામાં સૌ મૌન ગોઠવાયા હતા. ..ને નાનકડી દીકરીએ હાથમાં ખાલી શીશી બતાવીને […]
હેર-બેન્ડ – નીવારાજ “સો એક રૂપિયાનું કંઈ નાનુંમોટું આપી દો.” કટલરીની દુકાને પહોંચેલી વીણાએ સૂચના આપી. પ્લાસ્ટીકની માળા, બુટ્ટી અને બ્રેસલેટ લીધા અને સાથે એક મોટા ફૂલવાળી હેરબેન્ડ. નવી નવી રહેવા આવેલી વીણાનાં મોટા ટાવરની નીચેની ખાલી દુકાનમાં એ લોકો રહેતા… હળવું સિલાઈકામ કરતા મુસ્લિમ પરિવાર સાથે “કેમ છો? સારું […]
મુજ વીતી તુજ વિતશે – ગોપાલ ખેતાણી “પતિ દેવેનકુમાર, સાસુ લલિતા પવાર અને હું નિરુપા રોય.” રમાએ વિચાર્યું. સાસુની ગર્જના સંભળાઈ, “માથે સૂરજ ચડી ગયો તોયે રાણીને ખાટલા તોડવા છે.” ગમ ખાઈને કામે ચડી. * દસ વર્ષ બાદ… “દીકરો દેવેનકુમાર, વહુ બિંદુ અને હું નિરુપા રોય..” જયાએ ખાટલાંમાં વિચારતા વહુને […]
બોલો પપ્પા – હિરલ કોટડીઆ “હલો, હા પપ્પા… મજામાં? .. અહીં હોસ્ટેલમાં શું વાંધો હોય? … હા જમી લીધું હોં.. તમે દવા લઈ લીધી? … ભૂલ્યા વગર લઈ લેજો હોં… મમ્મી શું કરે છે? …. તમારે પણ જવાય ને મંદીરે..! મમ્મી કહેતી હતી કે કાલે તો તમને બહુ તાવ હતો.. […]
પાંચ વરસ પહેલાનું એ કટિંગ.. તે રાત્રે ટ્રેનની એક કેબિનમાં, એક નવપરિણીત જોડું મુસાફરી કરી રહ્યું હતું. અડધી રાત્રે...
ગડમથલ – પૂર્વી બાબરીયા પ્રિયા આજે થોડી બેચેન હતી. ચકકર જેવુ કેમ લાગે છે? દિવસો જતા હતા મહિના પર… ‘આ ઉંમરે? ના… ન જ હોય.! અને જો આ સાડત્રીસની ઉંમર હોય તોય ત્રણ ત્રણ! કેવું લાગે? બે બાળકો ટીનએજમાં, ઉપરથી પોતાને ડાયાબીટીસ અને થાઈરોઇડની બિમારી..! પ્રિયા : આજે ઉલ્ટી જેવું […]
સબળા – જલ્પા જૈન ‘એક અંગુઠા વગર ચારેય આંગળી નકામી… બેન.’ ‘બસ મારી મચેડીને, મન ફાવે એવુ સમજાવી દીધુ છે સ્ત્રીઓને! ચાર આંગળી નારી અને પુરુષોની અંગુઠા સાથે સરખામણી…’ ‘ચાલ છોડ, પણ હવે મારે તો, આ શીખવ્યું છે એમ ફટકારી જ દેજે મોઢે કે… ‘હાથ ઉપાડતા પહેલા વિચારી લેજે.. રાજી […]
રીઅર વ્યુ – ધર્મેશ ગાંધી “ચીંઈ..ઈ..ઈ…” ઓડી આર-8 ની પુરપાટ ઝડપ અચાનક થંભી. તોફાની સાંજ, વરસાદી વાતાવરણ.. ચક્રવાત ચારે તરફ..! મિસ વર્લ્ડ જેવું લાવણ્ય ધરાવતી એક ચીંથરેહાલ યુવતી રસ્તા વચ્ચે દોડી આવી.. અને મલ્હારની ગાડી અટકી. “ઠક.. ઠક..ઠક..” વિન્ડો પર હાથનાં પંજાનો થપથપાટ ઉતાવળો બન્યો. યુવતી મુસીબતમાં હોવાનો ભાસ થયો… […]
“અલખ નિરંજન…” સાધુ મહાત્માએ ફળિયું પસાર કરી ઓસરી પાસે આવતા કહ્યું. “મા’રાજ… દાણા લેશો?” એક પગને ગોઠણથી ઉભો રાખી ઘઉં સાફ કરતી સમજુ ડોસીએ પૂછ્યું. “હા.” સાંભળતા ડોસીએ સુપડામાં ઘઉં લઇ ઓસરીમાંથી થાંભલી પાસે આવતા કહ્યું: “લ્યો, મા’રાજ.” “તમારા દીકરાની જોળી દાણાથી સદા ભરેલી રહે.” જોળી ફેલાવતા સાધુ બોલ્યા. ડોસીની […]
ઉઝરડા – સંજયગુંદલાવકર ‘આ પેડેડ બ્રા ને આટલો બધો હેવી મેક અપ? શું ગરજ છે તને આ ધતીંગની?’ ‘મમ્મી પ્લીઝ, પકાવ નહીં, ઑલરેડી આઈ એમ લેટ’ ને એ ઉંબરો ઓળંગી ગઈ. ‘હે ભગવાન, શું થશે આનું?’ * * * ‘મમ્મી..’ ડોરબેલ રણકી, ટીપોય પર મોબાઈલ પડેલો દેખાયો, ઉંચકાયો ને દરવાજો […]