ગલી ક્રિકેટ – વિભાવન મહેતા પોળની વચ્ચોવચ્ચ આવેલા નાના ચોકઠામાં ક્રિકેટ રમતાં કિશોરે બેટ વીંઝ્યું અને ‘જોરદાર શોટની બૂમો વચ્ચે, ત્યાંથી પસાર થતા જીતુભાઈના લમણામાં બોલ વાગ્યો અને એ તમ્મર ખાઈને નીચે પડી ગયા. રમત અધવચાળે અટકી ગઈ, આજુબાજુના રહીશો ભેગા થઈ ગયા અને જીતુભાઈને ઉંચકી વચલી શેરીમાં એમના ઘરે […]
Gopal Khetani
તૂઈ – નીવારોઝીન રાજકુમાર “ભાભી, આ દુપટ્ટાની ધાર જરાક ફાટી ગઈ છે. તૂઈ મૂકી આપો ને.” સંચાનું નાનું પૈડું અવશપણે મોટા પૈડાને અનુસર્યું. પણ એ અટકવાની ક્રિયા દરમિયાન દોરાએ છટકી લીધું અને સોઈએ બટકી લીધું. “ઓહ”, એક સીસકારા સાથે લીલાએ આંગળી મોંઢામાં નાખી દીધી. સવારે આવેલા એક ફોને […]
લાચારી – જલ્પા જૈન કનુડાની વાત પર આજે ભરોસો બેઠો. દમનો દર્દી, ખાટલેથી માંડ પાટલે પહોંચે એટલી એની દુનિયા. તે દિવસે દવાખાને જતાં, નજરે જોયું અને સૂર્યો અવાક બની ગયો. “આ જીવલી કોની હારે? આવી લાચારી? બાપડીને મારા લીધે!” કાળી મજુરી કરવા છતાં, પૈસાના દુકાળે જીવલીને આ […]
વિચાર – જીજ્ઞેશ અધ્યારૂ “વિચારને પણ એક આયુષ્ય હોય છે, તું એને માન નહીં આપે તો એ બીજે ક્યાંક અવતરશે…” ગુરુ અવનીશ શિષ્યોને કહી રહ્યા. શિખાએ વિચાર્યું, હવે દીક્ષા લઈ જ લેવી જોઈએ, શંકાનો કોઈ છેડો નથી… મનને વિચાર્યું, આજે શિખાને પૂછી જ લઉં, એ કહે તો આ કંઠીથી છૂટકારો […]
હીંચકાના બે સળિયા – સંજય ગુંદલાવકર ભરબપોરે તડકાના તાપમાં બંને આવે, રમતો રમે, ધમાચકડી મચાવે. એમને જોઈ જોઈને હુંય રોમાંચિત થઈ જાઉં. મારા સળિયા ઝણ-ઝણી ઉઠતા. થતું કે ‘હઈઈશા હુઈશ…’ એમને ઝૂલાવ્યા જ કરું… કેવું કાલુંઘેલું ને મીઠું મધુરું બેય બોલતાં… મને એમ કે બેય જોડીયા બહેનો હશે. પણ ના… […]
ત્રેવડ – હિરલ કોટડીયા “ઋષિ ક્યાં?” “તું સ્કૂલે લેવા ગઈ હતી!” “ના, તમે નથી ગયા?” જવાબ આપવામાં સમય બગડ્યા વિના કે ડ્રાઇવરની રાહ જોયા વિના હું કાર લઈને નીકળી ગયો. “હું તો બિઝનેસ પાર્ટીમાં વ્યસ્ત હતો પણ રીતુને તો યાદ રહેવું જોઈએ ને…” શહેરના અજનબી ટ્રાફિકને જોઈને હું બબડ્યો. […]
છુટકારો – જાહ્નવી અંતાણી “તબિયત સારી નથી?” સવિતાને ધીમેથી પોતું મારતાં જોઈ શેઠાણીએ પૂછ્યું. “આખું શરીર તૂટે છે.” નીચી નજરે સવિતાએ જવાબ આપ્યો. “છુટકારો મેળવી લે એનાથી.” શેઠાણીથી બોલી પડાયું. “અસ્ત્રીનો અવતાર સીએ બુન. સહન કયરે જ છૂટકો… છેટે થવાના પાંસ દા’ડા મારે મન ભગવાનના આશીર્વાદ સમ સે. મારે […]
પરમ આત્મા – સુષમા શેઠ બા બોલાવવા ગઈ ત્યારે ઓરડામાં મધુર સુવાસ પ્રસરેલી અનુભવી. ગૌતમ ક્યાંય નહતો. બળતા દીવા આગળ મૂકેલો પત્ર વાંચતા બાનાં હાથ ધ્રુજ્યાં,”જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ ચાહું છું….” બાએ સવારે તેના જન્મદિન નિમિત્તે બનાવેલ લાડુ પીરસતાં આગ્રહ કર્યો ત્યારે આડો હાથ ધરી બોલેલો,”પેટના ખાડામાં પર્યાપ્ત ઈંધણ […]
જીન્સ – વિભાવન મહેતા પપ્પાએ સવાર સવારમાં ગુસ્સામાં ફોન પછાડ્યો, “સાલો મેનેજર, સમજે છે શું એના મનમાં? ઘેર પણ શાંતિથી બેસવા નથી દેતો. કામ સાથે નિસ્બત રાખતો હોય તો?” એટલામાં વોંશીંગ મશીન પાસેથી મમ્મીનો ગુસ્સાથી લાલચોળ ઘાંટો સંભળાયો, “એય રીતુડી, અહીં આવ, જો આ તારા જીન્સમાંથી શું નીકળ્યું? ગઈકાલના […]
તુલસીવિવાહ – લીના વછરાજાની આઈ.સી.યુ. માંથી બહાર આવેલા ડૉક્ટરે માધવને અપડેટ આપ્યા, “હવે કોઇ જોખમ નથી. પેશન્ટને મળવું હોય તો બે મિનિટ મળી શકાશે.” માધવ બેડ પર નિસ્તેજ થઇને સૂતેલી તુલસીના ગાલ પર હળવેથી ટપલી મારીને બોલ્યો.. “પાગલ, તુલસી દરેક અવતારમાં માધવની જ હોય. શું કામ આટલી ગુનાની લાગણી […]
ત્યાગ – મીરા જોશી એક સવારે એ અરીસાની સામે ઊભી હતી. ઉંમરના ચાલીશ વર્ષે પોતાની આંખોમાં સોળ વર્ષની કન્યા શોધતી હતી. વાળની લટમાં ઉપસી આવેલી સફેદીને નજરઅંદાજ કરવા મથતી પણ કેમેય કરીને ખોવાયેલી ચંચળતા મળી નહી..! થાકી હારી, છાપાંની પૂર્તિ હાથમાં લીધી, ને વાંચવામાં આવ્યું: સ્ત્રી ત્યાગની મૂર્તિ હોય […]
હૅપ્પી બર્થડૅ માઈકલ! – ડૉ. નિલય પંડ્યા મેં કેક ઉપર લખ્યું; ‘હૅપ્પી બર્થડૅ માઈકલ’, દુકાન બંધ કરી અને આપેલ સરનામે કેક પહોંચાડવા ચાલી નીકળ્યો.બરાબર રાતનાં બારને ટકોરે તો હું ‘હૅવન બંગ્લૉ’ પહોંચી ગયો. સાવ ઉજ્જડ, ખંડેર જેવી જગ્યા અને ઉપરથી ચારેકોર ગાઢ અંધારું. મને થોડી નવાઈ લાગી. છતાં હું […]
મોરપીંછ – રાજુલ ભાનુશાલી એને ઘણી વખત થતું કે રખેને ભૂલમાંય અડકી જવાશે તો એનીય ચામડીનો રંગ ક્યાંક ભાભી જેવો ઇસ્ટમેન ન થઈ જાય. ક્યારેક સવારના ભાભી રોટલી કરતાં હોય ત્યારે પાછળથી બિલ્લીપગે આવીને એમનાં નિતંબ સાથે અડપલાં કરતા ભાઈને જોઈને એને ઉબકાં આવી જતાં. અલબત્ત રાત્રે પાર્ટીશન પાછળથી ધમણની […]
ચોકલેટ – ધવલ સોની “ચોક… ચોકલટ આપીત?” “હમ્મ.. બહુ બધી. તારે જેટલી ખાવી હોય એટલી, આવીશ? ” જવાબમાં ભૂરી હસી પડી. ઉલ્લાસભેર તેણે માથું ‘હા’ માં ધૂણાવ્યું. ભૂરી ચોકલેટના હરખમાં નિર્જન ખેતર ભણી પેલાની પાછળ પાછળ દોરવાઈ. થોડી ક્ષણો બાદ ચોકલેટના રેપરની સાથેસાથે ભૂરીના દેહ પરથી ઉપવસ્ત્ર પણ નીકળી […]
માથાબોળ – મીનાક્ષી વખારિયા “જોજે એને અડકતી નહીં, માથાબોળ નહાવું પડશે.” હિંચકે બેઠેલાં બા બોલ્યાં. રિયા ઝાડુવાળીની છોકરી સોમીને અડવાની જ હતી. “કેમ નહીં અડવાનું દાદી?” “એ લોકો હલકી વરણના એટલે નહીં અડકવાનું બસ…” રિયા, પહેલીવાર બહાર બેઠી… “એક ખુણામાં બેસી રહેજે… ક્યાંય અડતી નહીં, ખાવાપીવાનું ત્યાં જ મળી રહેશે. “હું હલકી વરણની […]
“પહેલી જુલાઈ!… આજે હું કેમ ભૂલી શકું? આજે તો તેનો બર્થડે.” સવારે અલાર્મ વાગતાની સાથે તારીખ જોઈ દેવ પથારીમાંથી સફાળો ઉભો થતાં મનમાં બોલ્યો. તરત તેણે વોટ્સઅપનું સ્ટેટ્સ બદલ્યું, ‘હેપ્પી બર્થડે…’ પાછળ કેક અને ફુગ્ગાના સિમ્બોલ સેટ કર્યા. “તેને ગુલાબ બહુ ગમતું એટલે ગુલાબનો પુષ્પગુચ્છ લઈ લઉં, સાથે લાલ ટીલડીઓ […]
ભીની રક્ષા – ધર્મેશ ગાંધી “ભાઈ, હું કેટલી વિવશ.. કે મારે તારા ફોટો પર..” કહેતાં બહેને ટેબલ પરની ફોટોફ્રેમને, આંસુઓથી ભીંજાયેલી રાખડી બાંધવા હાથ લંબાવ્યો. “ઑયે નૌટંકી, બંધ કર તારું આ પાગલપણું.. લે આવી ગયો, બસ?” બોલતાં આર્મી-યુનિફોર્મમાં સજ્જ ભાઈએ પાછળથી આવીને બહેનના ગાલે ટપલી મારી. “સર પ્લીઝ, પેશન્ટનો […]
ભ્રમ – ગોપાલ ખેતાણી “તું અને જીમ? કોના માટે” “અજયને તો તું…” “ઓહ માય ગોડ…યુ ક્રેઝી!” “હા યાર…એ છે જ એવો… પુશ અપ્સ કરે ત્યારે એના બાવડાં પાસે બાહુબલી પાણી ભરે, એની ચેસ્ટ જોઈને તો મને એવું લાગે કે હું તેને બાઈટ્સ આપી દઉં. હેર બેન્ડ ખોલી એની લટોને ઝાટકો […]
મધલાળ – સંજય ગુંદલાવકર ઉર્વશી નામનું આલ્બમ અચાનક ખુલ્યું… એક લીલીછમ ડાળ પર બે પંખી બેઠા હતા. ઉર્વશી- ‘દોમ દોમ સાયબી ને રૂપ રૂપનો અંબાર’ ને મયંક- ‘ડંખીલો મધલાળ’. ઉર્વશીના ઋજુ હૃદયના સ્પંદનોથી રમે એ પહેલા તો એક શિકારી આવ્યો ને ઉર્વશીને લઈને ઉડી ગયો. હવામાં કોઈનું સ્મરણ રજકણ બનીને […]
હમસફર – જીજ્ઞેશ અધ્યારૂ ‘ધ લાસ્ટ માઈલસ્ટોન’માંથી ફોન આવ્યો,”વી આર પ્લીઝ્ડ ટુ….” બારીના પડદામાંથી ચળાઈને આવતી ચાંદનીના આછા ઉજાસમાં એક મરોડદાર દેહલતા કિંગબેડ પર ઢળી રહી. દરવાજે ઉભેલું શરીર જાણે સુન્ન થઈ ગયું, અચાનક એમાં ઝણઝણાટી ફેલાઈ, ધીમા પગલાં થયા. પેલા શરીરનું એકમાત્ર આવરણ હવાએ સેરવી નાખ્યું. સુંદરતા સહેજ ખસી. […]
સાધના – મીતલ પટેલ એની નાગણશી લીસી ત્વચા પર પ્રેમથી મારો હાથ ફરી રહ્યો અને એનું રોમરોમ ઝંકૃત થઈ ઊઠ્યું. સાથે મારું પણ! એના કોમળ ગુલાબી અધરોનો રસ મને આજે પણ પહેલી વાર જેટલો જ મીઠો લાગ્યો. અખંડ તૃપ્તિનો સંતોષ એની નશીલી આંખોમાં નિહાળી હું થોડો વધુ તૃપ્ત થયો. હંમેશાની […]
બોન્સાઈ – સોનિયા ઠક્કર વિરાજે ઘરમાં આવતા જ બોન્સાઈ ટ્રી વિશાખાના હાથમાં મૂક્યું. ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરવા એની પસંદગી થઈ હતી. દીવાનખંડમાં એને ગોઠવતા વિશાખા બોલી ઊઠી, ‘તને આમ જીવવું ફાવી ગયું હશે ને? મારી જેમ જ !’
નો છાપુ, નો ટી.વી. – નીલમ દોશી સમાચાર પર નજર પડતા જ રાધિકાએ છાપાનો ડૂચો વાળી માળિયા પર ઘા કર્યો. રહીમ બ્રશ કરીને આવ્યો, રોજની જેમ બંને સાથે ચા પીવા બેઠા. ચાનો કપ લેતા રહીમે પૂછયું, “છાપું ક્યાં?” “ખબર નહીં… આજે છાપાવાળો દેખાયો જ નથી.” ”રવિવારે છાપું ન આવે […]
રફતાર — રક્ષા મામતોરા “ઓટો….પ્લીઝ…” કહી કશિષે હાથ લાંબો કરી રિક્ષા રોકી અને ઝડપથી રિક્ષામાં બેસી ગઈ. આગ ઓકતી ગરમીને મહાત કરી માનવીની રફતાર તેજ ગતિએ ચાલી રહી હતી. રેડ સિગ્નલ આવતા જ રિક્ષા થંભી. કશિષે બેચેનીપૂર્વક રીસ્ટવોચમાં જોયું , “ઓહ! બે વાગવામાં દસ જ મિનિટ બાકી છે,” મનોમન બોલી […]