માંગણી – કલ્પેશ જયસ્વાલ મંદિરમાં આંખો બંધ કરીને તેણે પ્રાર્થના કરી, “હે ભગવાન એટલું આપ કે તારા શરણે બેઠેલા ભિખારીઓને હું બે ટંક ખવડાવી શકું.” પ્રાર્થના કરીને તે ફરીથી હારમાં ગોઠવાયો, પોતાની જમાતમાં!
Gopal Khetani
અણગમતું કામ – નિમિષ વોરા “દાદા, આ મારી બાની જવાબદારી મારી પર ના હોત તો ક્યારેય હું આવી નોકરી સ્વીકારત નહીં. મારા જેવો ડ્રાયવર આપણા ગામમાંજ નહીં પણ આખા જિલ્લામાં નહીં મળે.. છતાં જુઓ હાલત, સામે ચકચકિત ગાડી છે, ટાંકી ભરેલી છે, પાવર સ્ટિયરિંગ છે તોય દરરોજ સાફ કરી કમ્પાઉન્ડમાં […]
પડખું – મીનાક્ષી વખારિયા “તને કવ સું સવલી, ઉંચવરણ ઝેવા નખરાં આપડાં ઝેવી વહવાયાની ઝાતને પોહાય નય. હું ભલે મહાણમાં મડદા બાડતો હોંવ પણ સોડીને હાહરે મોકલવાનાં હપના તો હુંય ઝોંવ સુ… મનિયાને હો ભણાવવો સ…” “પણ તારા ઝેવો ધણી મેલીને હું..?” “મરી ગયલી… હાને હાટુ રૂપનાં ટોપલા લઇને ઝલમી […]
સામસામેના બાંકડે ગોઠવાયેલ બંને ક્યારથીય એકમેકના સંપૂર્ણ શરીરને નજરોથી પી રહ્યા હતા. ચાલીસી વટાવી ગયા હોવા છતાં નોકરી, દેખાવ અને લગ્નની ઇચ્છાના અભાવે બેઉ અપરિણીત રહી ગયેલા. આવેશભરી મનેચ્છાઓને પામવા બંને બગીચાની છેલ્લી નિર્જન દીવાલ પાસે ક્યારે પહોંચી ગયા એનુંય ભાન ન રહ્યું. દીવાલને અઢેલીને લગોલગ આવતાની સાથે શર્મિંદી પાંપણો […]
બેબી ડોલ – સંજય થોરાત “ઓહ! વૉવ! ફેન્ટાસ્ટીક ગર્લ!” એક સાથે બધા સૈનિકોએ ઉંહકારો ભર્યો. ગઈકાલે રાત્રે જાપાનથી પાછા ફરેલા મેજરની રૂમમાં બ્યુટી ગર્લને જોતાં જ બોર્ડર પર તૈનાત સૈનિકો રંગમાં આવી ગયા. પરિવારથી દૂર એકલા રહેતા સૈનિકોએ એનું નામ ‘બેબી ડોલ’ પાડી દીધું. આજે મેજરની એની સાથે પ્રથમ રાત […]
અજાણી – નીવારોઝીન રાજકુમાર એનું માથું પૂર્વના ખભે ટેકાઈ ગયું. પૂર્વ થોડો સંકોચાઈ ગયો. થોડી અવઢવ પછી અજાણીને જગાડવા હાથને સ્પર્શ્યો પણ જાગવાનાં બદલે એ પૂર્વનો હાથ જકડી પોતાના ખભા અને ગાલ વચ્ચે દબાવી થોડું એની બાજુ ફરી ગઈ. અજાણીનાં શ્વાસ પૂર્વનાં હાથ સાથે ટકરાવા લાગ્યા. યુવાન સ્ત્રીશરીરને મહેસુસ કરવાનો […]
દમલી – ભારતીબેન ગોહિલ પાણી વાળતો નંદુ અવાજ સાંભળી આવી પહોંચ્યો. ને અટક્યો-કોઈએ ‘સ્ટેચ્યુ’ કહ્યું હોય તેમ. તેની આંખો દમલીના આખાયે દેહ પર ફરી વળી. ઓઢણું ખસી ગયેલું. ખુલ્લો થયેલ કબજો ને ઘાઘરા નીચે ખુલ્લા પગ જોતાં જ નંદુના સૂતેલ સપનાં જાગી ઊઠ્યા. બે ડગલાં ચાલી તેણે માટીયાળા પગથી ઝાંઝરને […]
તલવાર – હિરલ કોટડીયા સારિકાના નાજુક સ્પર્શે જગાવેલા સ્પંદનોથી મારા હાથ અનાયાસે એની જુલ્ફોમાં અટવાઈ ગયા. તીવ્રતાથી ચાલતા ધબકારાની સાક્ષીમાં અમારા બંનેના અધર વધુ નજીક આવ્યા. અને મેં એના અધર ને મારા અધરોમાં જકડી લીધા. એના સ્તનના ઉભાર પર ફરતા હાથે જગાવેલા સ્પંદનોને માણવા હૃદય કેટલાય ધબકાર ચુકી ગયું. એના […]
પહેલા નશા – સુષમા શેઠ લાઈબ્રેરીમાં તે ક્યારે સામે ગોઠવાયો, એ નીચી ડોકી કરી વાંચતી મીરાને લક્ષ ન રહ્યું. મીની સ્કર્ટ પહેરેલ ગોરા, લીસ્સા પગની પાનીને, પગનો અંગૂઠાે અડક્યો. તેણે ચમકીને સામે જોયું. ધીમે ધીમે એ સ્પર્શ ગોઠણ વાટે ઉપર ચઢીને સાથળ સુધી પહોંચ્યો. આજુબાજુ કોઈ જોઈ નથી રહ્યું ને? […]
માનો યા ના માનો – સોનિયા ઠક્કર શહેરથી દૂર પહાડોની વચ્ચે આવેલા ગામમાં બે બાળકો આજે પોતાની કલા બતાવવાના હતા. બ્લેક જ્હોન ને વ્હાઈટ ડેવિડની જોડી કઈ કલા બતાવશે એ ચર્ચાનો વિષય હતો. થોડી વારમાં કાર્યક્રમ શરૂ થયો. વાયોલિનવાદન શરૂ થયું ને ગામલોકોમાં કલબલાટ શરૂ થયો, ‘આમને અટકાવો’, ‘સંગીત […]
પરફેક્ટ ડેટ – લીના વછરાજાની રોજની જેમ ‘ડેટ વિથ જેની’ માટે મુકેલી એલાર્મની રીંગ વાગી અને માલ્કમ રોમાંચ સાથે જાગી ગયો. આજ જેનીનું મનપસંદ પરફ્યુમ લગાડીશ એવું વિચારતાં શાવર લઈ, પરફેક્ટ તૈયાર થઈ, સરસ હેરજેલથી વાળ ઓળીને માલ્કમ ફરી રજાઈમાં આંખ બંધ કરીને જેનીની રાહ જોતો પડી રહ્યો. જેની […]
ખોખલું – ગોપાલ ખેતાણી “જો ભઈ, સૂરતમાં એમ્બ્રોઈડરીનું કામ જામી ગયું છે. મારે આમેય કોઈને મેનેજર તરીકે રાખવો પડશે. તું આવતો હોય તો મારા માટે ઉત્તમ.” રોનકનો ફોન મુકાયોને વિનયે સ્વાતિ સામે જોયું. “કચ્છી બાંધણીઓથી કેટલું કમાઈશું? આમ પણ બે છોકરાઓ મોટા થાય છે. સુરત જવામાં વાંધો નહીં.” સ્વાતિએ વિનયના […]
પ્રારબ્ધ – ડૉ. નિલય પંડ્યા “અરે અરે ભાઈ… શું કરો છો? આ તમારો પગ…” ચીસો પાડતી, પાછળથી ધસી આવેલી નર્સે મોહિતને એક જ ધક્કામાં હડસેલી દીધો. છેલ્લા છ દિવસથી વૅન્ટીલેટરનાં સહારે જીવી રહેલી માનો એક અંતિમ સ્પર્શ અનુભવવા હૉસ્પિટલમાં આવેલા મોહિતને નર્સ ખસેડે એ પહેલા તો મોડું થઈ ચૂક્યું […]
આક્રંદ – મીતલ પટેલ “ગંગુ, હું આ કામ નથી કરવાનો, મારા માટે શક્ય નથી. હંમેશા એક ભૂતાવળ મારી આસપાસ મંડરાય છે, એમના કુટુંબીજનોનું આક્રંદ સુવા નથી દેતું.” “સોનુના બાપુ, આ કામ છે તો આપણે બે ટંકના રોટલા ખાઈએ છે, બીજું કામ મળવું.. આ તો સરકારી નોકરી આખી જીંદગી પૈસા મળશે, […]
‘પારલે જી’- જીજ્ઞેશ અધ્યારૂ, આરતી આંત્રોલીયા ‘પાંસના પાલ્લે દેજે..’ મજૂરોની ફોજમાં એ અલગ પડતી, હાઈવેચોકડી પાસે એક તરફ માધાનો ચાનો ગલ્લો, સાથે બિસ્કિટ, ચવાણું ને ખારીના પેકેટ, સામેની તરફ મજૂરો પોતપોતાને કામે ચડવા છકડાની રાહ જોતા. એ ઓછું બોલતી. માધાના ગલ્લાની બરાબર સામે સ્લીપર કાઢીને બેસતી. માધો રોજ એને નિરખીને જોયા […]
સમુદ્રતટે – વિભાવન મહેતા સમુદ્રતટ પૂરો થતાં પથરાયેલા તોતીંગ કાળમીંઢ પથ્થરોની વચ્ચે બનેલી બખોલમાં મધુ ચત્તીપાટ પડી હતી. ડાબા હાથની કોણીને ટેકે મધુની અડોઅડ આડો પડેલો મકરંદ, જમણા હાથથી મધુના ચહેરાને ઢાંકતા તેના લાંબા વાળ સ્હેજ આઘા કરી વસ્ત્રવિહોણા અને સમુદ્રસ્નાનથી ભીના થયેલા કમનીય દેહનું લાલિત્ય ભરપેટ પી રહ્યો હતો. […]
મારી તરફ આવતા એના પગરવથી હું સચેત થઈ. એનું નામ સાંભળી બીજી જ પળે એને મારી લગોલગો અનુભવતા મારા શ્વાસ સાથે મારી છાતીયે ધડકવા લાગી. હાંફતા ઉરોજ એને સ્પર્શતાની સાથે ફોન પર થયેલી શરતાનુસાર મેં એની આંખો પર પડદારૂપી દુપટ્ટો બાંધી દીધો. એની બરડ દાઢી મારા કોમળ હોઠ સાથે ઘસી […]
ગૌ – શીતલ ગઢવી “બુય્ચ…બુય્ચ… એક ધક્કો મેલ… પસી તું સુટ્ટી…” “મા… એ મા… કુને કેસે…?” અમીએ ઓરડામાંથી ફળિયામાં બેઠેલી એની મા જમનાને બૂમ પાડી. “ઈ તો… ગંગાડી વહુકી સે… દરદ ઓસુ કરવા પુસકારું સુ… હમણાં તારી હારે રમવા વાસરું આલશે.” “તે હે મા… ઈ પા’ણો દેહે […]
મારો મિત્ર….હું – આલોક ચટ્ટ હું સાત વર્ષનો હતો જ્યારે પડોશમાં રહેતા છોકરાઓ સાથે રમતો હોવાનાં કારણે મમ્મીએ મને ઢીબીને રૂમમાં પૂરી દીધેલો. મમ્મી પપ્પાના જક્કી વલણે કયારેય મને મિત્રો બનાવવા દીધાં જ નહીં. રૂમમાં રહી ગયો હું, એકલતા, ગૂંગળામણ અને આંસુઓ…. પણ એમની ઉપરવટ જઈને મેં એક મિત્ર બનાવી […]
અર્ધસત્યો – ભારતીબેન ગોહિલ હોસ્પિટલની બહાર ઊભેલું કૂતરુ જોરથી રડ્યું. ક્વાટર્સમાં રહેતા ડૉક્ટરની દીકરી હેલી દોડીને તેની માને વળગી પડી. “મમ્મી, પેલી જપુ કેતી’તી કૂતરું રડે તો….” “એવું ના હોય બેટા…” માએ સાંત્વના તો આપી પણ તોય હેલીનું હૈયું ધબક ધબક થઈ રહ્યું હતું. એજ સમયે પત્નીને લેબરરૂમમાં લઈ […]
શો ગર્લ – સુષમા શેઠ તેને એકીટશે જોતો રહ્યો. લાંબી, પાતળી કમર હલાવતી તે મનમોહક હાસ્ય ફેંકતી નૃત્ય કરી રહી હતી. પેરિસના લિડો શોમાં પહેલી હરોળમાં બેસી, માદક પીણાંની ચુસ્કીઓ સાથે તેના કોમળ અંગઉપાંગનો નશો આંખોથી પીવાતો હતો. બીજી કેટલીયે શો-ગર્લસ હતી, પણ તેની વાત અલગ જ હતી. કપાળપર લહેરાતાં […]
જરૂરિયાત – નિમિષ વોરા પગરવ સંભળાતા જ શીખાના પગના અંગૂઠા સંકોરાયા, અને બીજી જ ક્ષણે એ અંગૂઠા પર હૂંફાળો સ્પર્શ થયો. નવોઢા જેમ શણગારી આવવું એ ડિમાન્ડ હતી… પણ નવોઢા જેવો જ પોતાના મનનો ભાવ તેની પણ સમજ બહાર હતું. પીંછાની અદાથી ફરી રહેલો હાથ, દરેક આભૂષણો ઉતારતા પહેલા થતું […]
અગ્નિદાહ – ધર્મેશ ગાંધી રોજ સવાર થાય ને દેવ નીકળી પડતો. સ્મશાનના મેઈન ગેટ પાસે આવીને ઉભડક બેસી જતો. આવતા-જતાનું નિરીક્ષણ કરતો રહેતો. અહીં રોજ કોઈક ને કોઈક મૃતદેહ લવાતો. મૃત શરીર પર અત્તર છંટાતુ ને એને સુખડના હારથી શણગારાતો. ધાર્મિક વિધિઓ થતી, પછી બધાં સગાં-સ્નેહીઓ વલોપાત કરતાં કરતાં […]
બોલકા અબોલા – મીનાક્ષી વખારિયા “ભાભુમા.. મારા ભઈલાને દૂધ પાઈ દયો ને!” સવલી આજીજી કરતાં બોલી.. મા ધાવતા દીકરાને મેલી બે પહોર પહેલાં મરી ગઈ હતી. . “બહુ દાઝતું હોય તો ચમચીથી પીવરાવી દે..” “બહુ રોવે છે, ધાવ્યા વગર છાનો નઈ રે..” “હાલતી થા.. મારા નાનકાને ઓછું નો પડે […]