સર્જન માઇક્રોફિક્શન
એ હળવું હસીને આગળ વધી. "માયા, બહુજ ઉતાવળમાં છો?" સાધનાએ પુછ્યું. "કેટલા સમયે મળી છો! કંઇ કહેવું નથી?"
કોઈ પણ.વ્યક્તિ આસનીથી લખી શકે. તમે પોતાની ડાયરીમાં નોંધ કરી શકો. તમારા પ્રિય પાત્ર માટે કે ખાસ મુદ્દાઓ પર લખી શકો. જે લખો છો એમાં ચોકસાઈ હોવી જ જોઈએ એ જરૂરી નથી પણ લખવું અને નોંધ કરવી જરૂરી છે. તમારો ડર અને આળસ ને કાબુમાં રાખો.જે પરિસ્થિતિમાં છો એજ પરિસ્થિતિથી શરૂઆત કરો.નવોદિત હોવું કે થોડું અનુભવી પણ મહત્વ છે. લખવાનું શરૂ કરવું અને રાખવું. કોણ કેવું લખે છે ક્યાં પહોંચી ગયું એ જરૂરી નથી. તમે તમારી મહેનતથી આગળ વધો આગળ જતાં વધુ સારા થશો એ તમને ગમશે જ એ આશા સાથે લખો. આપણે માત્ર વિચારને સાંભળીને વિકસાવી અને મઠારી શકીએ, લોકો સુધી મોકલી શકીએ છીએ એ જ બસ છે. ક્યારેય એવું ન વિચારો કે હું સંપૂર્ણ નથી. સંપૂર્ણ થવાનો રસ્તો પણ છે જ અને એ છે અભ્યાસ. દરેકનો એક સંઘર્ષ હોય છે અને સંઘર્ષનું દરેક પગલું આશ્ચર્યજનક જ હોય છે.
મારી દ્રષ્ટિએ એક વાર્તા લેખક સતત બે જિંદગી સમાંતરે જીવતો હોય છે. જેમ કુશળ ઓલરાઉન્ડરના હાથમાંનું બેટ કે બોલ એક ભૌતિક વસ્તુ ન રહેતા એના અંગનો એક હિસ્સો બની રહે છે, એ રીતે જ સતત વાર્તા વિશે વિચારતા રહેવું એ લેખક માટે શ્વાસ લેવા જેવી પ્રક્રિયા બની જાય છે. એ કોઈ પાર્ટીમાં ઔપચારિક વાતો કરતો હોય ત્યારે પણ એના મગજના કોઈ ખૂણે વાર્તા પનપતી હોય છે.
બત્રીસ જાતનાં પકવાન અને છત્રીસ જાતનાં ફરસાણ વિશે વાતો ગમે એટલી કરીએ પણ ભૂખ ભાંગશે? સ્વાદ આવશે? પોષણ મળશે? ના.. એ માટે પકવાન આરોગવા પડે. 'વારતા'નું પણ એવું જ છે. માણસ વાર્તા કહેતો અને વાર્તા સાંભળીને હોંકારા ભણતો ક્યારથી થયો હશે?
માઇક્રોફિક્શનનો અંત જ તેને લઘુકથાથી અલગ પાડે છે, પણ ઘણાં ખરા લેખકો અંતને ચોટદાર કે રહસ્યમય બનાવવાના પ્રયાસમાં પરાણે વાર્તાને અંતે અસહજ ચમત્કૃતી આપે છે.