ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

જરૂરત – રેના પિયુષ સુથાર

લગ્નની પહેલી રાત્રે નવવધૂના શણગારમાં સજ્જ મહેલના શયનકક્ષના આલીશાન પલંગમાં અડધી રાત્રે અધબિડાયેલા શ્રીજાના નયનો લાલ લીલી પીળી બંગડીઓથી ભરેલા રણકાર કરતા મહેંદીવાળા હાથ સૂની પથારીમાં આતિન્દ્રને શોધી રહ્યા હતા. ત્યાં એક વધુ રણકાર અફળાયો, ચબરખી સ્વરૂપે…

“શ્રીજા, મને માફ કરશો. હું તમારો ક્યારેય નહીં થઈ શકું, મારી પત્નીને હું દગો નહીં આપી શકું. તમને પૈસાની જરૂર હતી ને રાજમાતાને વારસદારની. મને લાગે છે કે જરૂરિયાત પૂરી થઈ ગઈ છે. આપ હવે સ્વતંત્ર છો.”

શ્રીજાને ઊબકો વળ્યો, એ બાથરૂમ તરફ દોડીને ત્યાં તો દરવાજો ખૂલ્યો… દરવાજે રાજમાતા  હતા. કહે, “અરે વાહ શ્રીજા, તમે તો શ્યામને લગ્ન પહેલા જ વશમાં કરી લીધો… મને લાગે છે કામ જલ્દી પૂરું થઈ જશે.”

બળવો (માઈક્રોફિક્શન) – રેના પિયુષ સુથાર

લક્ષ્મી સવારે કામ પર આવતાંવેંત જ વૈભવી આગળ ડુસકું મૂકીને રડી પડી. લક્ષ્મીના શરીર પરના ઘાએ વૈભવીને એની પરિસ્થિતિનો ચિતાર આપી જ દીધો. આ સામાન્ય હતું. દર અઠવાડિયે એકાદ બે વાર તો આવું બનતું જ. પણ આજના જખમ વધુ ઉંંડા હતા.

Leave a comment

Your email address will not be published.