ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ભેળસેળ – નીવારોઝીન રાજકુમાર

મેં પડખું ફરી લીધું. એ તૃપ્તિ કઈ હતી? ચરમસીમાની? ડોકને જરાતરા ફેરવી મેં પડખે હાંફી રહેલી સીમા તરફ જોયું. એની ઉંડે ઉતરી ગયેલી આંખો વધુ ઊંડી કેમ લાગી? ડોક્ટરે આપેલ દવા કદાચ વાય્રેગા જ હશે. મારી પર મને જ નવાઈ લાગી.

હોસ્પિટલમાં થયેલી અલપ ઝલપ મુલાકાત અને સીમાની દોસ્તી. ડોક્ટર તો આશા રાખીને બેઠા હતા. પણ જીવનનાં બધા સુખ જીવી લેવા માટે કુદરતે કદાચ અમને સમય જ નહોતો આપ્યો. પણ શારીરિક સુખ તો આજે ઝૂંટવી જ લીધું. મંગળાષ્ટકના ધ્વનિ વગર અમે એક થઈ ગયા.

પણ હવે આ બધાથી ભયાનક હતી અમારી હયાતી. મારો એચ.આઈ.વી અને એનો હેપેટેટીસ બી જાણે ભેળસેળ થઈ રહ્યા હતા. મારા પેટમાં હવે રીતસર ચૂંથારો ઉપડ્યો.

Leave a comment

Your email address will not be published.