ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

બદલો – નટવર ટાંક

વરસોની શોધખોળને અંતે માંડમાડ તેની ભાળ મળી હતી. લાંબા અંતરની ટ્રેનમાં તેણે ડાયરીમાંથી સરનામું શોધી, જાણીજોઈને હિન્દીમાં ટપકાવ્યું. રાત્રીના તે જુદાં જ વેશમાં હતો. એને હતું કે મને કોઈ ઓળખશે નહીં!

મોંસુઝણે તે નિર્ધારીત શહેરમાં પહોચ્યોં. મનમાં ગાંઠ વાળેલી કે લાખોનો ચૂનો લગાવી તેને પાયમાલ કરનારને આજે.. છુપાતો છુપાતો તેના બંગલામાં ઘૂસ્યો. પણ ત્યાંનું દ્રશ્ય જોતાં જ અવાક! અને તે તરત જ ત્યાંથી ભાગી છૂટ્યો. જે ટ્રેન મળી તેમાં પોતાના શહેર જવા નીક્ળી ગયો. વેશપલ્ટાનું પોટલું બધાની નજર ચૂકવી બારીની બહાર ફેંકી દીધું. છેક બીજી સવારે ઘેર પહોચ્યોં. છાપામાં પહેલા પાને સમાચાર હતાં, ‘દેશના અબજોપતીના ખૂન કેસમાં સી.સી.ટીવીમાં ઝડપાયેલ દાઢીધારી શખ્સને શોધી રહેલી પોલીસ!”

તેણે ઝડપથી આખા શરીરને અરીસામાં જોયું પછી જ શ્વાસ બેઠા,પણ દાઢી પર હાથ ફેરવતા મન પેલા પોટલાં પાસે દોડી ગયું!

Leave a comment

Your email address will not be published.

One thought on “બદલો – નટવર ટાંક”

%d bloggers like this: