ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ફીનીક્સ – જાહ્નવી અંતાણી

અફાટ રણમાં, ધ્રુસકે ધ્રુસકે રડતાં હાથમાં રહેલી બેગને ફેંકતાં, વિદ્યા ફસડાઈ પડી….’હા, તમે મને ગમો છો…વિહાન..

..પરણીને હું પતિ પાસેથી પામી જ શું હતી? સતત અપમાન, અવહેલના. હા, એક વહાલસોયો દીકરો આપ્યો એમણે. પરંતુ સ્ત્રીને જે જોઈએ છે એ માન, સન્માન, સ્વમાન, પ્રેમ, લાગણી બધું જ તો મને તમારી પાસેથી મળ્યું.. જીવન નિર્વાહ માટેની નોકરી સુદ્ધા. મને જે નથી મળ્યું એ હવે મળશે એનો સ્વીકાર કરતા હું નહિ અચકાઉં.’ એ વિચાર આવતાં જ એ ફીનીક્સ પક્ષીની જેમ ઉભી થઇ.

ત્યાં તો જેને એ ઝંખતી હતી વિહાનની ગાડી જ સામે આવીને ઉભી રહી. દર વખતે એનો અનાદર કરતી એ આજે ગાડીમાં બેસી ગઈ… વિહાન ચકિત થઈને એની સામે જોઈ રહ્યો.

“મને એરપોર્ટ પહોંચાડો મારે ઇન્ડિયા જવું છે…”.

વિહાન વિનવી રહ્યો, “હું પ્રેમ જ કરું છું તને એ મારો ગુનો છે? હવે હું તને નહિ મળું બસ, તું ન જા.”

એ ભીની આંખે એની સામે જોતી રહી… હ્ર્દય સતત મથામણ અનુભવતું હતું..પણ મન કંઇક નક્કી કરીને બેઠું હતું.

એરપોર્ટ આવતાં જ એ પોતાની બેગ લઈને ઉતરતાં ભીનાં હૈયે, હળવેથી બોલી, “હું એની સાથે ડાયવોર્સ લઇ લઉં પછી ફરી નોકરી જોઈન કરી શકું વિહાન?”

Leave a comment

Your email address will not be published.