ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ધમાકો – ગીતા પંડ્યા

નેહા દીદીના લગ્ન ને ત્રણ વરસ થવા આવ્યા હતા. દરેક દિવાળીએ એની યાદ અચૂક આવી જતી. એકદમ સાદગીપૂર્ણ દિવાળી ઉજવવાનું શીખવી ગયેલી, ફટાકડા તો ક્યારેય ફોડતી જ નહીં.

પણ હમણાથી ઘરમાં ચર્ચાઓ થતી કે નેહા દીદી જીજાજીની સંગે રહી બદલાઈ રહી છે. સાસરિયામાં રહીને નાના સુરસુરિયા આ તરફ મોકલે છે.

પપ્પાના રિટાયર્ડ થયાને આજ બે મહિના થવા આવ્યા હતા. લગભગ ચાલીસેક લાખ મળ્યા હતા. આખી જિંદગીનું ભાથું હતું પપ્પા માટે. થોડો હાશકારો ખાધો ન ખાધો ત્યાં કુરિયર મળ્યું. ખોલ્યું તો દીદી તરફથી અડધો હિસ્સો માંગતી નોટિસ હતી! નેહા દીદીએ પહેલી વાર એક બોમ્બ જેવડો ધડાકો ઘર પર કર્યો.

સદૈવ ધબકતું ‘સર્જન’ – ગીતા પંડ્યા

મિત્રો, સર્જન સાથેની મારી બે વરસની સફરના સુખદ અનુભવોનો શાબ્દિક ચિતાર મારા શબ્દોમાં… સૌ પ્રથમ તો મને સર્જન પરિવારના સભ્ય હોવાનું ગૌરવ છે. એકદમ શિસ્તબધ્ધ અને માત્ર સાહિત્યની જ અનેકવિધ પ્રવૃત્તિઓથી સદૈવ ધબકતું અને સર્જનાત્મકતાની ગરિમાને ગૌરવાન્વિત કરતું આ ગ્રૂપ એટલે ‘સર્જન’.

Leave a comment

Your email address will not be published.

One thought on “ધમાકો – ગીતા પંડ્યા”