ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

લેખક બનવાની તાલીમ.. – લિઓ બબૌતા, અનુ. ભૂમિ પંડ્યા

કોઈ પણ વ્યક્તિ આસનીથી લખી શકે. તમે પોતાની ડાયરીમાં નોંધ કરી શકો. તમારા પ્રિય પાત્ર માટે કે ખાસ મુદ્દાઓ પર લખી શકો. જે લખો છો એમાં ચોકસાઈ હોવી જ જોઈએ એ જરૂરી નથી પણ લખવું અને નોંધ કરવી જરૂરી છે. તમારા ડર અને આળસને કાબુમાં રાખો.જે પરિસ્થિતિમાં છો એજ પરિસ્થિતિથી શરૂઆત કરો. નવોદિત હોવ કે અનુભવી, મહત્વ છે લખવાનું શરૂ કરવું અને સતત લખતા રહેવું. કોણ કેવું લખે છે, ક્યાં પહોંચી ગયું એ જોવું જરૂરી નથી. તમે તમારી મહેનતથી આગળ વધો; આગળ જતાં વધુ સારા થશો એ તમને ગમશે જ એ આશા સાથે લખો. આપણે માત્ર આપણા વિચારને સાંભળીને વિકસાવી અને મઠારી શકીએ, લોકો સુધી મોકલી શકીએ છીએ એ જ બસ છે. ક્યારેય એવું ન વિચારો કે હું સંપૂર્ણ નથી થઈ શકવાનો / શકવાની. સંપૂર્ણ થવાનો રસ્તો પણ છે જ અને એ છે સતત અભ્યાસ. દરેકનો એક સંઘર્ષ હોય છે અને સંઘર્ષનું દરેક પગલું આશ્ચર્યજનક જ હોય છે..

હું એવો કોઇ દાવો નથી કરતો કે હું વિશ્વનો મોટો લેખક છું, પણ હું વિચારું છું કે હું સારું લખું છું. પચ્ચીસ વર્ષથી પ્રયત્ન કરું છું અને એક લેખક તરીકે જીવન નિર્વાહ કરી રહ્યો છું.

જેઓ લેખક તરીકે શરૂઆત કરી રહ્યાં છે, તેવા લોકોની સાથે હું મારા અનુભવો વહેંચવા માગું છું. હું કઈ અચાનક એ ક્ષણે જાગી અને લખવા માંડ્યો નહોતો, એ માટે મેં ઘણા પ્રયત્નો કર્યા છે.”

કારકિર્દીના પ્રરાંભે હાઈસ્કૂલમાં રમતગમતના લેખક સાથે મેં શરૂઆત કરી.અનુભવો સાથેજ મેં ગૂઆમ ખાતે ના એક સ્થાનિક પ્રેસમાં હું સંપાદક તરીકે જોડાયો અને સાથેજ ઘણાં સામયિકો અને પ્રકાશનો માટે લેખન કર્યું. કાયદાકીય લેખન માટે કાયદાકીય ભાષા સાથે જોડાયો અને એ જ સમયે રાજ્યપાલ માટેના ભાષણ લેખ લખવાની પણ મને તક મળી. મેં પાંચ વિવિધ બ્લોગ માટે બ્લોગિંગ પણ કર્યું અને સાથેજ મારા પોતાના બ્લોગ નો પ્રારંભ કર્યો.દસ વર્ષ બ્લોગ લખતાં લખતાં જ કેટલાય પુસ્તકો અને અભ્યાસ ક્રમો લખવાની પણ મને તક મળી.એ સમયે મારી પાસે કોઈ ખાસ પ્રકારનું પ્રશિક્ષણ ન હતું. બધાં જ કર્યો મેં મારા એક પછી એક થતા અનુભવોને આધારે કર્યા.

આથી જ મને અંગત રીતે લાગ્યું કે મારે રોજ કૈંક તો લખવું જ જોઈએ.રોજ કૈંક લખવું, દરેક દિવસે કૈંક નવું અને વધારે લખું નહિ કે અઠવાડિયાના કોઈ બે કે ત્રણ દિવસ લખી ને અટકી જાઉં.

નવા સ્વરૂપે કહું તો મારા બ્લોગ માટે અથવા જે કંઈ જોયું છે એને અલગ રીતે દર્શાવવાની કે મગજને એક દિશામાં દોડાવવાની બાબતે કે મારા કોઈ નવા પુસ્તક કે અભ્યાસક્રમ માટે હું જે બનાવું છું એ લખું કે એમાં શું હોવું જોઈએ એ વિચારીને લખું.આટલા બધા સમયમાં મેં કરેલી સહુ થી અગત્યની બાબત હોય તો તે છે લખવું.લખવાના લીધે મને સતત મહાવરો થતો જે લખાણ ની ધાર કાઢે છે અને પોતાને જ લખાણ બાબતે સ્પષ્ટ બનાવે છે જ થી ડર ઓછો થાય.તેમના મતે દર એક બે દિવસે જે લખ્યું છે એ બાબતે બીજાઓ ના અભિપ્રાય લો અને એ દિશામાં કામ કરો.

એક લેખક તરીકે મહત્વની બાબત છે કે પ્રતિકાર ને કાબુમાં રાખવો જરૂરી છે. દરેક લેખકને પ્રતિકાર એટલે કે લોકોના મતમતાંતરો માંથી પસાર થવું પડે છે અને અંતે ઘણાં વ્યક્તિ લેખક બનતા પેહલા જ લખવાનું મૂકી દે છે.લખવાનું બંધ થયા બાદ કે જે સમય હોય છે તેમાં વિચલિત થયેલી વ્યક્તિ કોઈ અન્ય કાર્ય માં ધ્યાન આપતું થઈ જાય છે જેને આપણે વ્યસ્તતા કહી ને સંબોધી દઈએ છીએ.આવી સ્થિતિમાં માનસિક રીતે શાંત રહીને આ સ્થિતિનો સામનો કરવો એજ વધુ યોગ્ય છે.જો આટલું શીખો લઈએ તો કોઈ ડર રહેતો જ નથી. ડર તમને અંત તરફ દોરે છે જ્યારે આવા કોઈ વિચાર ન કરવા એ તમને નવા પ્રારંભ તરફ લઈ જાય છે.દરરોજ લખવાનું એ નવા દિવસનો નવો પ્રારંભ છે.

લખવું એ એક માનસિક સ્થિતિ છે અને એને એ હવે તમારા જીવનનો ભાગ છે.જેમ કોઈને સંગીત ગમે કોઈને ચિત્ર કે કોઈ ને ધ્યાન ત્યારે આપણે લેખનને આપણી મનગમતી પ્રવૃત્તિ તરીકે જોવાનું છે.જિંદગીની દોડધામ થી થોડો સમય કાઢીને તમે સંપૂર્ણ લેખન સાથે જોડાયેલા થઈ જાઓ જ્યારે જ્યારે તમને તમારું કામ નથી કરવું એવો વિચાર આવે ત્યારે એ કામ ચોક્કસ કરો. આપણા વ્યક્તિત્વ માં રહેલી લાગણીઓ હું જોઉં છું તેને મારે લખીને વહેતી મૂકવાની છે આ વિચારને જ સાચો માનો.

દિવસના અમુક કલાકો કે મિનિટ નક્કી કરો.ઉદાહરણ તરીકે માત્ર ૧૦ મિનિટ જ આપો ત્યારે તેમાં તમારા વિચારોને મુક્તપણે વેહવા દો અને એ સમય ફક્ત લેખન માટે જ છે એ નક્કી કરો તમારું પૂરેપૂરું ધ્યાન આજ દિશામાં નિશ્ચિત કરો.તમારા લેખન માટેનો સમય મર્યાદિત છે એટલે તમારે એટલા જ સમયમાં તમારા ભયને દૂર કરવાનો છે જેમાં તમારા લેખનને વધુ વિકસાવો.

તમારા મનમાં રહેલ ડરનો સામનો કરો. દરેક સારા લેખક ને નિષ્ફળતાનો ડર હોય જ છે પણ એ ક્યારે હોય?જો પૂરતા પ્રમાણમાં સારા ન હોવું.તમે જે સ્થળ સાથે અનુકૂળ ન હોય જે પરિસ્થિતિ તમને માનસિક રીતે યોગ્ય ન લાગે ત્યારે તમે પ્રારંભ જ નથી કરતા.આવું ન કરતાં આ બધામાં રહેતા શીખવું એ સહુથી અસરકારક છે. ડર સાથે લખવું એ ક્યારેક સહુથી અસરકારક પણ બની શકે.તમે એક કે બે મિનિટ ડર સાથે બેસશો પણ પછી તમે લખશો જ ને!

આપણા શબ્દો આપણે જ બનાવીએ છીએ. તેની યોગ્ય કાળજી જરૂરી છે. જોડણી, વ્યાકરણ વગેરે હસ્તકલા માટે જરૂરી છે.જ્યારે જ્યારે તમે લખવાનું પૂરું કરો ત્યારે જોડણી ચકાસો જો કોઈ શબ્દો તમે ચૂકી ગયા હો તો એ પણ તમારા ધ્યાનમાં આવશે. બધું શબ્દ ભંડોળ માટે શબ્દકોશ પણ ઉપયોગમાં લો. પોતાનું લખાણ બીજા કોઈને વાંચવા માટે આપો જેથી આપણા થી ચૂકી જવાયેલી ભૂલ પર આપણું ધ્યાન દોરી શકાય. પ્રૂફ થયા પછી જે ભૂલો થઈ છે એ જ ભૂલો ફરી ન થાય તેનું ધ્યાન રાખો. વિવિધ પ્રકારની ભાષા અને શૈલીઓ શીખો અને ઉપયોગમાં લો.

કોઈ પણ શૈલીમાં મહારત મેળવો અથવા એ બાબતે પ્રયત્ન કરો. જ્યારે તમે આગળ વધો છો ત્યારે કોઈ શૈલીમાં તમે લખો છો. તમારી પાસે કોઈ જાણકારી નથી એ બાબતના લીધે તમારું લખવાનું રોકો. જ્યારે તમે લખો છો તો તમે નક્કી કૈંક નવું શીખો છો. આપણા નક્કી કરેલા અમુક આદર્શો કે વિચારો જ આપણને પાછળ ધકેલતા હોય છે પણ જેને પાછળ રાખવા તમે પ્રયત્ન કરો. તમે જે જેવું લખ્યું છે તેને લોકો સુધી પહોંચવા દો.

ટાઇપ કરવાનું કામ પણ મહત્વની બાબત છે. તમે જે લખો છો એના માટે તમે થોડા સમય પૂરતા જે બનો છો એના થી વધુ ઉત્કૃષ્ટ તમે એકાદ વર્ષે હશો ત્યારે તમે માસ્ટર બની જશો. તમારા શબ્દો લખવાની ઝડપ તમારા વિચારોને પણ એટલા જ ઝડપી અને સ્પષ્ટ બનાવે છે.

લખાણ માટે સમયમર્યાદા નક્કી કરવી જરૂરી છે. આ કુશળતા મળે એટલે તમને નિશ્ચિત સમયમાં કેમ લખવું એ આવડી ગયું સમજો. અખબાર માટે કામ કરતી વખતે એક અથવા વધુ લેખ પ્રકાશિત કરવાની બાબતે ઘણી જવાબદારી હોય છે બીજા લોકો પણ સંપાદક તરીકે તમારા ભરોસે હોય છે.તમે સમય પર ધ્યાન આપતા થશો એટલે તમારી ચિંતા આપોઆપ ઓછી થતી જશે અને પૂરેપૂરું કામ પણ થઇ શકે.ભૂલો ને ઝડપથી સુધારવી એ પણ શીખવા મળશે.જ્યારે તમે પોતાના માટે લખો ત્યારે પણ કોઈને તમારા લેખનની સમય મર્યાદા કહો અને એ રીતે એ લખાણ મોકલો.

સારા લેખક બનવા જરૂરી છે વાંચન. ઉત્સાહ થી વાંચન કરવું. સારું લેખન સારા વિચારોને આકાર આપવામાં મદદ કરે છે.પ્રેરણા પણ પૂરી પાડે છે સાથેજ ભાષા ભંડોળ પણ પૂરું પાડે છે.

કોઈ લેખકનું લખાણ તમને મળે તો તમે પોતે એ જ લખાણના બીજા પાસા તમારી કલમમાં અજમાવી જુઓ. તમને ગમતા લેખન પર કાર્ય કરવા માટે તેની નોંધ રાખો નોટબુક કે અન્ય જગ્યાએ તેની નોંધ અવશ્ય કરો.

કોઈ સાથી લેખકને નિયમિત મળો અને તમારું લખાણ એકબીજાને બતાવો. ભૂલો કે અન્ય સમસ્યાઓની નિખાલસ ચર્ચા કરો.ટૂંકા લખાણો સ્વ પરીક્ષણ માટે ખૂબ ઉપયોગી છે. સાથે જ આપણા એકલા હોવાના ડર ને સાથી લેખક મળવાથી દુર કરી શકાય.

વાચકોની અપેક્ષા ઘણી વખત લેખકના વિચારોથી અલગ હોય એ સ્વાભાવિક છે.આથી વાચકને સમજવા એ પણ એક કળા છે. શરૂઆતમાં આપણી લાગણી મુજબની લખાણ આપણે પીરસતા હોઈએ પણ વાચકો માટે તે સમજવું કે રસપ્રદ ન પણ હોય શકે.આવા સમયે તેમના સંદર્ભને ખાસ ધ્યાનમાં લો. વાક્યોની સ્પષ્ટતા કે વાચક માટે ઉત્પન્ન થતો લખાણનો ભાવ પણ સાથે વિચારવો એટલો જ જરૂરી છે. રોજ આ બાબતે મંથન કરો.

લખવા માંગતા લોકો માટે જરૂરી મુદ્દાઓ આપતા લીઓ કહે છે:

કોઈ પણ વ્યક્તિ આસનીથી લખી શકે. તમે પોતાની ડાયરીમાં નોંધ કરી શકો. તમારા પ્રિય પાત્ર માટે કે ખાસ મુદ્દાઓ પર લખી શકો. જે લખો છો એમાં ચોકસાઈ હોવી જ જોઈએ એ જરૂરી નથી પણ લખવું અને નોંધ કરવી જરૂરી છે. તમારા ડર અને આળસને કાબુમાં રાખો.જે પરિસ્થિતિમાં છો એજ પરિસ્થિતિથી શરૂઆત કરો. નવોદિત હોવ કે અનુભવી, મહત્વ છે લખવાનું શરૂ કરવું અને સતત લખતા રહેવું. કોણ કેવું લખે છે, ક્યાં પહોંચી ગયું એ જોવું જરૂરી નથી. તમે તમારી મહેનતથી આગળ વધો; આગળ જતાં વધુ સારા થશો એ તમને ગમશે જ એ આશા સાથે લખો. આપણે માત્ર આપણા વિચારને સાંભળીને વિકસાવી અને મઠારી શકીએ, લોકો સુધી મોકલી શકીએ છીએ એ જ બસ છે. ક્યારેય એવું ન વિચારો કે હું સંપૂર્ણ નથી થઈ શકવાનો / શકવાની. સંપૂર્ણ થવાનો રસ્તો પણ છે જ અને એ છે સતત અભ્યાસ. દરેકનો એક સંઘર્ષ હોય છે અને સંઘર્ષનું દરેક પગલું આશ્ચર્યજનક જ હોય છે..

– લિઓ બબૌતા, અનુ. ભૂમિ પંડ્યા

Leave a comment

Your email address will not be published.

2 thoughts on “લેખક બનવાની તાલીમ.. – લિઓ બબૌતા, અનુ. ભૂમિ પંડ્યા”