ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

મારું, તમારું, આપણું ‘સર્જન’ – મીનળ પંડ્યા જૈન

મને નવલિકા કે લઘુવાર્તા લખવાનો મહાવરો છે પણ મને માઈક્રોફિક્શનનો કોન્સેપ્ટ વધુ ગમે છે કારણકે એમાં એક સુખદ – દુઃખદ ચોટદાર આંચકો હોય છે; સાથે સાવ થોડી ક્ષણોમાં એક અલગ મનોજગત ઊભું કરે છે જે માનવમાત્રને વિચારતાં કરી દે.

‘સર્જન’માં જોડાઈને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. સાચું કહું તો એક વિશિષ્ટ પરિવાર જે શીખવાડવામાં એકદમ કડક ગુરુકુલના ગુરુ જેવો અને પ્રેમ ગુરૂમાતા જેવો આપે.

સર્જન જેટલી ઉત્કૃષ્ઠ માઈક્રોફિક્શન આજદિન સુધીમાં ક્યારેય નથી વાંચી ખાસ ગુજરાતીમાં. સર્જનમાં ધુરંધર લેખકો છે અને એમનું પરિપ્રેક્ષ્ય સાચે જ વિસ્તૃત છે.

વિદેશમાં રહી મને જોબ સાથે ખૂબ ઓછો સમય મળે છે પણ ગુજરાતી, હિન્દી,અંગ્રેજી સાહિત્યમાં લખવું વાંચવું ખૂબ ગમે છે. માઈક્રોફિક્શન મારા સમયફ્રેમમાં ખૂબ સરસ રીતે સમાવી શકાય છે.

સર્જન એટલે માઇક્રોફિક્શન કે માઇક્રોફિક્શન એટલે સર્જન એ કળવું મુશ્કેલ પડે એવી ગુણવત્તાસભર વાર્તાઓ વાંચવા અને લખવામાં સહભાગી થવાનો મોકો મળ્યો એ બદલ જીજ્ઞેશભાઈ અધ્યારુ સહિત તમામ મિત્રોનો ખૂબ આભાર માનું છું.

જો તમે ખરેખર કોઈ સાર્થક લેખનનો હિસ્સો બનવા માંગતા હોવ તો ‘સર્જન માઈક્રોફિક્શન’ અને ‘અક્ષરનાદ’ની વેબસાઇટ્સ વાંચવાની તરફેણ દરેક સાહિત્ય પ્રેમીને કરીશ.

બેધડક મંતવ્યો અને અઢળક સૂચનોની કસોટીમાંથી પસાર થઈ બહાર નીકળતી સોના જેવી માઇક્રોફિક્શન સર્જનનું ઉત્તમ ઘરેણું છે અને એને ઘડનાર દરેક મિત્રો આંતરરાષ્ટ્રીય જવેલરી ડિઝાઈનર છે.

મારે કંઈક ઉત્તમ શીખવું છે,વાંચવું છે લખવું છે એટલે હું સર્જન સાથે છું મને વિશ્વાસ છે કે સર્જનમાં જોડાઈ કે સર્જનની કૃતિ વાંચી આવો અભિપ્રાય આપ પણ બાંધશો.. સર્જન પરિવારથી આવો જ પ્રેમ ઉત્તરોત્તર સૌને મળતો રહે. સર્જન પરિવારનું નામ ઈકો ફ્રેન્ડલી દિવાળી જેમ ઝગમગે એવી શુભેચ્છાઓ. ઈકો ફ્રેન્ડલી એટલે વિશ્વભરમાં આવકાર્ય.

– મીનળ.પંડ્યા જૈન (સિડની)

Leave a comment

Your email address will not be published.

3 thoughts on “મારું, તમારું, આપણું ‘સર્જન’ – મીનળ પંડ્યા જૈન”