Daily Archives: September 15, 2019
વાર્તા વાંચવા બેસીએ ત્યારે સૌથી પહેલા તો વાચકની માનસિક સ્થિતિ સૌથી અગત્યની છે. વાંચન એ સંપૂર્ણપણે એક માનસિક ખેલ જ તો છે કારણ કે વાંચન દરમિયાનની પરિસ્થિતિ વિચારો તો સમગ્ર પરિસ્થિતિ કે પ્રક્રિયામાં એક પુસ્તક છે, જે નિર્જીવ છે અને એક વાચકનું શરીર છે જે લગભગ નહિવત હિલચાલ સાથે માત્ર એક માધ્યમ તરીકે વર્તે છે. તો આખી વાંચનની પ્રક્રિયામાં માત્ર એક મન જ છે જે જીવંત છે!
આદરણીય કિરીટ દૂધાતજી આધુનિક ગુજરાતી વાર્તા ક્ષેત્રનું ખૂબ જાણીતું નામ છે. ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે ગુજરાતી, હિંદી, સિંધી, સંસ્કૃત, કચ્છી અને ઉર્દુ સાહિત્ય અકાદમી સાથે તેઓ જોડાયેલા છે. તેમને શ્રેષ્ઠ ટૂંકી વાર્તા માટેનો ઉમાશંકર જોશી પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય પરિષદનો શ્રેષ્ઠ ટૂકી વાર્તા સંગ્રહ માટેનો પુરસ્કાર,'બાપાની પિંપર' માટેે ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર અને 'આમ થાકી જવું' પુસ્તક માટે ધૂમકેતુ પુરસ્કાર મળ્યા છે. સર્જનના રાજુલ ભાનુશાલીએ તેમની લેખનયાત્રાની શરૂઆત વિશે, વાર્તાલેખન અંગે તેમno દ્રષ્ટિકોણ જાણવા અને માર્ગદર્શન માટે સંવાદ કર્યો હતો. એ અત્રે પ્રસ્તુત છે.