ગામના મોટા ઘરની દીકરી સાથે દીકરાને પીરેમ થયો હતો. લગ્નના વાવડ મળતાં જ પુનાએ ઘર તરફ હડી કાઢીને ઢોલ પર હરખથી દાંડી પીટી.
આજે માંડવાના દિવસે પોતાના ઢોલને બરાબર શણગારીને વેવાઈના ઘર બાજુ હરખાતો હરખાતો હાલી નીકળ્યો. શેરીમાં દાખલ થતાં જ એણે “સરગમ” ઓરકેસ્ટ્રાના રસાલાને જતો જોઈને તેનું મોઢું પડી ગયું. ગળામાં પડેલા ઢોલનો ભાર આજ તેને અસહ્ય થઈ પડ્યો.